'કામધ' નામનું વિમાન જે 'કરદમ ઋષિ'એ પ્રગટ કર્યું હતું
- પુરાણમાં જો વૈજ્ઞાનિક સ્વરૂપ જોઈએ તો, આપણા ઋષિ-મૂનિઓ એ વૈજ્ઞાનિક હતાં. કારણ કે, આપણી પાસે પહેલાં પણ વિમાનો હતાં. અત્યારે જ વિમાનો છે એવું નહિ. સૌથી જુનામાં જુનું પુષ્પક નામનું વિમાન હતું જે કુબેર પાસે હતું
આ પણા પુરાણો છે તો પ્રાચિન પણ અર્વાચિન સમસ્યાઓનું સમાધાન કરે છે. ઘણીવાર પ્રશ્ન ઉભો થાય છે કે એકની એક કથા શા માટે વારંવાર સાંભળવી ? આ જુનું-જુનું એ વળી શું બધું ? પણ જેટલું જુનું છે એટલું જ કામનું છે. આપણા પુરાણોમાં જે શિક્ષણનું સ્વરૂપ છે એ બીજે ક્યાંય નથી. પછી એ સામાજિક હોય, આધ્યા ત્મક હોય કે વૈજ્ઞાનિક હોય.
સામજિક શિક્ષણની જો વાત કરીએ તો શ્રીમદ્ ભાગવતજીના દશમ સ્કંધમાં એક પ્રસંગ છે જે ખુબ પ્રસિદ્ધ છે. દેવકીજીની દિકરી જે યોગમાયા સ્વરૂપે હતી એને કંસે મારવાનો પ્રયત્ન કર્યો. પણ એ તો યોગમાયા હતાં એટલે અંતરધ્યાન થયાં. પણ આ કથા થી એક સૂત્ર આપણને સમજવા મળે કે 'બેટી બચાવો બેટી પઢાઓ.' દિકરી માટે કવિઓ કહે છે કે, 'દિકરી આવો લાડકડી, કેમ કહું કે તમે જાઓ લાડકડી ! ; તું શાની સાપનો ભારો, તું મારા ઘરનો તુલસીક્યારો.' આ સમજ શ્રીમદ્ ભાગવતજીના દશમ સ્કંધના ચોથા અધ્યાયમાં યોગમાયાના આ પ્રસંગમાંથી મળી.
એક પ્રસંગ દેવી ભાગવતના ત્રીજા સ્કંધના છઠ્ઠા અધ્યાયમાં છે. માતા જગદંબાએ ત્રણેય દેવોને ત્રણ શ ક્ત સમર્પિત કરી ત્યારે માતાજીએ કહ્યું કે, 'હે દેવો ! તમે આ શ ક્તનું અપમાન કરશો નહિં.' આ માતાજી દેવોને જ નથી કહેતાં પણ નારી સમાજનું ગૌરવ એ માતાજીએ કર્યું છે. જે ઘરમાં નારીના મૂલ્યોનું સન્માન થાય એ ઘરમાં દેવોનો નિવાસ થાય છે અને એ જ ઘર ખરા અર્થમાં મંદિર છે. કારણ કે, પુરુષ એ પેઢીને દિપાવે છે અને નારી એ ઘરને દિપાવે છે. ગૃહિણી એ તો ઘરની શોભા છે.
પુરાણમાં જો વૈજ્ઞાનિક સ્વરૂપ જોઈએ તો, આપણા ઋષિ-મૂનિઓ એ વૈજ્ઞાનિક હતાં. કારણ કે, આપણી પાસે પહેલાં પણ વિમાનો હતાં. અત્યારે જ વિમાનો છે એવું નહિ. સૌથી જુનામાં જુનું પુષ્પક નામનું વિમાન હતું જે કુબેર પાસે હતું. 'કામધ' નામનું વિમાન જે 'કરદમ ઋષિ'એ પ્રગટ કર્યું હતું. પણ અત્યારના વિમાન અને પ્રાચિન વિમાનોમાં તફાવત એટલો છે કે, પ્રાચિનકાળમાં જે વિમાનો હતાં એ મનની ગતિથી ચાલતા હતાં અર્થાત્ પ્રાચિન કાળમાં જે થતું હતું એ મંત્રાત્મક હતું અત્યારે બધું યંત્રાત્મક છે. ઉદાહરણ રૂપે મહાભારતમાં જે બ્રહ્માસ્ત્ર અશ્વત્થામાએ છોડયું તે બ્રહ્માસ્ત્રનું સ્વરૂપ અત્યારે અણુંબોમ્બના રૂપમાં છે. અશ્વત્થામાને બ્રહ્માસ્ત્ર છોડતાં જ આવડતું હતું પણ પાછું વાળતાં નહોતું આવડતું. તો આજના સંદર્ભમાં જોઈએ તો અણુંબોમ્બ અને અન્ય શસ્ત્રો એ જો યોગ્ય વ્ય ક્તના હાથમાં આવે તો જ એ સફળ થાય નહિતો તે વિનાશ પણ સર્જી શકે છે.
વિજ્ઞાન એમ કહે છે કે, બાળક જ્યારે માતાના ઉદરમાં હોય ત્યારે તેને ટ્રેનિંગ આપી શકાય. એ જ વાત પુરાણોમાં છે. પ્રહલાદજી માતાના ગર્ભમાંથી જ ભ ક્તના પાઠ ભણ્યા. શિવાજીએ જીજાબાઈના ઉદરમાંથી જ વિરતાનું શિક્ષણ મેળવ્યું હતું.
પુરાણો પાસે અધ્યાત્મ વિદ્યા પણ છે. એટલે જ તો ગીતાજીના દશમાં અધ્યાયમાં પચ્ચીસમા નંબરના શ્લોકમાં શ્રીકૃષ્ણ ભગવાને કિધું કે, 'વિદ્યાઓમાં અધ્યાત્મ વિદ્યા હું છું.' અધ્યાત્મ વિદ્યા એ ભગવાન શ્રીકૃષ્ણનું જ સ્વરૂપ છે.
શ્રીમદ્ ભાગવતજીના તૃતિય સ્કંધમાં કપિલ ગીતા, દશમ સ્કંધના ૮૭ના અધ્યાયમાં વેદ સ્તુતિ, વિષ્ણુ પુરાણમાં યમ ગીતા, દેવી ભાગવતના સપ્તમ સ્કંધમાં દેવી ગીતા, શ્રીમદ્ ભાગવતજીનો એકાદશ સ્કંધ આ બધા અધ્યાત્મના સ્વરૂપો છે.
આ બધામાંથી આપણે એકજ વસ્તુ શીખવાની છે કે પ્રણવ એ ધનુષ્ય છે અને પ્રણવરૂપી ધનુષ્ય કહેતાં ઓમ(ઁ)કારનાં નાદ સાથે આપણું જે લક્ષ્ય છે એ બ્રહ્મની પ્રાપ્તિ તરફ હોવું જોઈએ. આ બધી સમજ આપણા પુરાણો આપે છે. માટે પુરાણો વાંચવા જોઈએ. કથા એ જીવનમાં હિંમત આપે છે. પુરાણોની કથાઓમાંથી સામાજિક શિક્ષણ, વૈજ્ઞાનિક શિક્ષણ અને પારિવારિક શિક્ષણ જાણવા મળે છે. આમ, આ બધા સ્વરૂપો આપણા પુરાણોમાં છે.
માટે જ તો કોઈ કવિએ લખ્યું છે કે, 'કથા ભલે થાય અથ થી ઈતિ સુધી પણ આપણે જવાનું છે પ્રતિતિ સુધી.' પુરાણોની કથાના માધ્યમથી જીવનનું સાચું શિક્ષણ મેળવી આપણો ધ્યેય નિશ્ચિત કરીએ એ જ અભ્યર્થના...અસ્તુ !.
- પ્રજ્ઞાચક્ષુ ડો. કૃણાલ જોષી