565 વર્ષ જૂનો મંગલેશ્વર (ભરૂચ)નો કબીરવડ
ભ રૂચથી પૂર્વમાં લગભગ ૧૫ કી.મી. દૂર મંગલેશ્વરને કાંઠે આવેલો કબીરવડ ૫૬૫ વર્ષથી અડીખમ ઉભો છે. કાર્તીક પુર્ણિમાએ અહીં મેળો ભરાય છે. મંગલેશ્વર ગામથી હોડી મારફતે કબીરવડ જવાય છે. કબીરવડ ૧ કી.મી. ગોળાકાર વિસ્તારમાં પથરાયેલો છે. એટલા બધા વડ છે કે આજદિન સુધી મૂળ વડ કયો તે ઓળખી શકાતું નથી. ધધૂટ વડલામાં રોજ નવી નવી વડવાઈઓ ફુટતી જ જાય છે. મહાન સંત કબીરની સ્મૃતિની આ યાદ છે. કબીર સાહેબ નર્મદાની પરિક્રમા કરતાં અહીં પધાર્યા હતા. કથા મુજબ નર્મદા તટે તભા અને જીવા નામના બે ભાઈઓ હતા. સંતના આશીર્વાદથી મોક્ષ પ્રાપ્તિ ઇચ્છાથી પોતાની બધી સંપત્તિ હોડ માં મૂકી તેઓ સાધુ સંતોની નર્મદાના કિનારે સેવા કરવા લાગ્યા. આ બંને ભાઈઓએ પાંચથી છ હાથ લાંબી વડની ડાંળી રોપી હતી. મહાત્માની પૂજા કરી રોજ તેમનું ચરણામૃત વડની સુકાઈ ગયેલી ડાળી ઉપર રેડતા નિત્યકર્મ તેમનો હતો. તેમણે પાંચ સાધુઓને વાત કરી કે આ ડાળીઓ કેમ પ્રલ્લવિત થતી નથી આ સાધુઓ કબીર સાહેબને લઈ તભા અને જીવાના ઘરે આવ્યા. તેમને બે ભાઈઓ પગે લાગ્યા. કબીર સાહેબની પૂજા કરી તેમનું ચરણામૃત સુકાયેલ ડાળી ઉપર રેડયુ વર્ષો પછી શાખાઓ ફુટવા લાગી નવાં પાંદડા આવ્યા. અને વડલો ઘેઘૂર બન્યો. આ વડલો આજે કબીર વડ તરીકે ઓળખાય છે. આ એક સંત કબીર સાહેબની સ્મૃતિનું સ્મારક છે. કબીર વડે કાર્તીકી પૂનમે દર્શન કરવા જાય છે.