'ભગવાન જગન્નાથજી'ની રથયાત્રાના 10 રહસ્યો

Updated: Jun 24th, 2024


Google NewsGoogle News
'ભગવાન જગન્નાથજી'ની  રથયાત્રાના 10 રહસ્યો 1 - image


- જગન્નાથ મંદિરમાં મુખ્ય રૂપે ત્રણ મૂર્તિઓ રહેલી છે. ભાઈ બલરામ બહેન સુભદ્રા અને ભગવાન શ્રી કૃષ્ણ આ ત્રણેય મૂર્તિઓને દર બાર વરસે બદલી નાખવામાં આવે છે. મૂર્તિ જ્યારે બદલવામાં આવે ત્યારે અંધારૂ કરી નાખવામાં આવે છે.

આ પણે બહુ ભાગ્યવાન છીએ કે ભારત દેશમાં અને ત્યાં જગન્નાથ ભગવાનની ઉપસ્થિતિ છે. દુનિયાનાં તમામ દેશોની તથા ત્યાંનાં ચર્ચ-દેવળ, મસ્જિદ, વગેરેમાં સૌથી વધુ મોટી રસોઈ જગન્નાથ મંદિરમાં બને છે. રોજ નવા માટીનાં વાસણોમાં રસોઈ બને છે. હજારો-લાખ્ખો માણસો ત્યાં પ્રસાદ લે છે. છતાંય ક્યારેય ખૂટતી નથી અહીં પ્રત્યક્ષ ભગવાન બિરાજમાન છે. ત્યાં ભાત પ્રસાદમાં મળે છે. કહેવાય છે કે પ્રભાસ પાટણનાં સ્થાને તેનો દેહત્યાગ થયો હતો પરંતુ તેનું હ્ય્દય સમુદ્રમાં નાખવાથી તે જગન્નાથ પહોંચ્યું હતું. આથી જગન્નાથ મંદિરમાં ભગવાનનું હ્ય્દય રહે છે.

જગતનો નાથ હોવાથી તેને જગન્નાથ કહે છે ઓરીસામાં આ સ્થિત છે. આ મંદિર ભગવાન શ્રી કૃષ્ણનું જ સ્વરૂપ છે. આ મંદિર રાજા ઈન્દ્ર ઘુમો બનાવ્યું હતું. અષાઢી બીજનાં દિવસે આની યાત્રા નિકળે છે. જેમાં તેની સાથે તેના ભાઈ બલભદ્ર તથા બહન સુભદ્રા લોકોને દર્શન દેવા વરસમાં એકવાર નિકળીને દર્શન આપે છે. આ રથયાત્રાનું ફળ ૧૦૦ યજ્ઞા બરાબર મનાય છે જેમાં મહાપ્રસાદ વિતરણ કરાય છે. ૫૬ પ્રકારનાં ભોગો ભગવાનને ધરાવામાં આવે છે. રથયાત્રા પહેલાં ત્યાંના રાજા સોનાની સાવરણીથી આગળ સાફ કરે છે ભારતનાં ચાર ધામોમાં જગન્નાથ પુરી એક ધામ છે. બહાર એક સુર્ય સ્તંભ છે. વિશેષ માહિતી આપ સહુ જાણો છો કે રથ શેમાંથી બનાવાય છે. કોણ તેને ખેચે છે. શું કામ રથયાત્રા નિકળે છે. પરંતુ તેના ખાસ રહસ્યો જોઈએ.

રથયાત્રાનાં 10 મહત્વનાં રહસ્યો 

(૧) જગન્નાથ મંદિરની ઉપર રાખેલ ધ્વજ હંમેશા પવનની વિરૂધ્ધ દિશામાં જ લહેરાય છે. આનું કારણ આજ સુધી કોઈ શોધી શક્યું નથી. અને આ ધ્વજ રોજ બદલાય છે.

(૨) આ મંદિર ચાર લાખ ફૂટ ક્ષેત્ર ફળમાં વિકસેલું છે અને આની ઉંચાઈ ૨૧૪ મીટર છે. નીચેથી ઉપરની ટોચનાનાં દર્શન અસંભવ છે આના ઘુમ્મટ પડછાયો ક્યારેય જમીન ઉપર પડતો નથી.

(૩) મંદિરની ઉપર ભગવાન વિષ્ણુનું સુદર્શન ચક્ર હોય છે. આની વિશિષ્ટતા એ છે કે પુરીમાં ગમે ત્યાંથી આ ચક્ર જોઈ દર્શન કરી શકાય છે અને જ્યાંથી જુવો તો એમ જ લાગે કે ચક્ર તમારી સામે જ છે. આને અતિ પાવન તથા પવિત્ર માનવામાં આવે છે.

(૪) હવા સામાન્ય રીતે સમુદ્રથી ધરતી તરફ આવે છે પણ અહીં જમીનમાંથી સમુદ્ર કે મસ્જિદ તરફ જાય છે.

(૫) કોઈપણ મંદિર કેમ મઝીદ ઉપર પક્ષીઓ બેસે છે પણ આજ સુધી જગન્નાથ પુરી ઉપર કોઈ પક્ષી બેઠેલું કે ઉડતું જોવામાં આવ્યું નથી. મંદિર ઉપર હેલીકોપ્ટર કે એરોપ્લેન ઉડાડાતુ નથી.

(૬) દરરોજ સાંજે મંદિરના પુજારી ઉલટી દીશાથી ઉપર ચઢી ધજા બદલાવે છે. ધજા પણ એટલી ભવ્ય હોય છે કે એ જ્યારે લહેરાય છે ત્યારે બધા જોતા રહી જાય છે. ધ્વજ ઉપર ભગવાન શિવજીનું ચક્ર પણ બનાવેલું હોય છે.

(૭) આ મંદિરમાં ૫૦૦ રસોયા હોય છે. જેના સહકર્મીઓ પણ ૨૦૦ જેટલા હોય છે. વિશ્વનું મોટામાં મોટું રસોઈ ઘર છે. જે ભગવાનનો પ્રસાદ બનાવે છે. ગમે તેટલા ભક્તો આવે રસોઈ ખુટતી નથી. પરંતુ જ્યારે રાત્રે મંદિરનું દ્વાર બંધ થાય છે ત્યારે રસોઈ આપોઆપ ખતમ થઈ જાય છે. એ પ્રસાદ પ્રાચિન વિધિપૂર્વક બનાવાય છે. માટીનાં એક ઉપર એક એવા સાતમાટીના વાસણો રાખીને બનાવાય છે. એનું એ પણ એક મહત્વનું રહસ્ય છે. ઉપરા ઉપરી સાત વાસણો રાખીને રસોઈ બનાવે છે. તેમાં સૌથી ઉપર રાખેલા વાસણમાં પહેલો પ્રસાદ તૈયાર થઈ જાય છે અને સૌથી નીચેના વાસણની રસોઈ છેલ્લે તૈયાર થાય છે આ એક મોટામાં મોટું રહસ્ય છે. જે આજ સુધી કોઈ જાણી શક્યું નથી.

(૮) મંદિરની અંદર પ્રવેશ કરતા જ સમુદ્રની લહેરોની ધ્વનિ-સાંભળવાનું આપોઆપ બંધ થઈ જાય છે.

(૯) જગન્નાથ મંદિરમાં મુખ્ય રૂપે ત્રણ મૂર્તિઓ રહેલી છે. ભાઈ બલરામ બહેન સુભદ્રા અને ભગવાન શ્રી કૃષ્ણ આ ત્રણેય મૂર્તિઓને દર બાર વરસે બદલી નાખવામાં આવે છે. મૂર્તિ જ્યારે બદલવામાં આવે ત્યારે અંધારૂ કરી નાખવામાં આવે છે.

(૧૦) ભગવાને જ્યારે શરીરનો ત્યાગ કર્યો અને તેના દેહ ને જ્યારે અગ્નિસંસ્કાર આપવામાં આવ્યો ત્યારે તેનું હ્ય્દય જીવિત હતું અને તે જગન્નાથ મંદિરમાં પહોંચ્યું હતું. આવો આપણે પણ જગન્નાથની માનસપૂજા કરી આ પવિત્ર ઘટનાને વધાવીને બોલીએ કે 

।। જય જગન્નાથ।।

- ડૉ.ઉમાકાંત.જે.જોષી


Google NewsGoogle News