દ્વારકા પાલિકા કચેરીમાં શિક્ષકો, બાળકો, વાલીઓએ 'ગંદકી દૂર કરો..'ના નારા લગાવ્યા
- રજૂઆતો છતાં સરકારી શાળા પાસેથી કચરાનો ડમ્પિંગ પોઇન્ટ દૂર ન કરાતા હલ્લાબોલ
- પાલિકાના સફાઇ કર્મચારીઓ કચરો શાળાની બાજુમાં ઠાલવી જતા હોવાથી અસહ્ય ગંદકી તથા દુર્ગંધથી ત્રાસઃ બાળકો અને રહેવાસીઓનું આરોગ્ય જોખમમાં
દ્વારકા : યાત્રાધામ દ્વારકામાં લખમી સાંગણ શેરીમાં સરકારી શાળા પાસે છેલ્લાં ત્રણ વર્ષ ઉપરાંત રસ્તાઓ ઉપર ગંદકી અને કચરાના ઢગલાં ખડકાયા હોવા છતાં પાલિકા દ્વારા સફાઇ કરાતી નથી.પાલિકાના સફાઇ કર્મચારીઓ કચરો શાળાની બાજુમાં ઠાલવી જતા હોવાથી અસહ્ય ગંદકી તથા દુર્ગધથી બાળકો અને રહેવાસીઓનું આરોગ્ય જોખમમાં મુકાયું છે.નગર પાલીકાને છેલ્લાં ત્રણ વર્ષથી અનેક વાર લેખીક રજૂઆતો કરવા છતા નગર પાલીકાના પેધી ગયેલા અધિકારીઓએ દાદ ન આપતા રોષે ભરાયેલા વાલીઓએ શિક્ષકો તથા બાળકોને સાથે લઇ જઇ પાલિકા કચેરીએ હલ્લા બોલ કરી ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યો હતો.
દ્વારકામાં લખમી સાંગણ શેરીમાં જિલ્લા પંચાયત સંચાલિત સરકારી શાળા તાલુકા નં૩ આવેલ છે. તે શાળામાં ૧થી૮ ધોરણ સુધીના દરરોજ ૧૭૨ બાળકો અભ્યાસ કરવા આવે છે. તે શાળા બહાર ખુબજ મોટા પ્રમાણમાં ગંદકી અને કચરાઓના ઢગલા પડયા હોવાથી જેના લીધે બાળકો અને ત્યીં આસપાસ રહેતા રહેવાસીઓનું આરોગ્ય જોખમાય રહ્યુ છે. ત્રણ ત્રણ વર્ષ થયા રજૂઆતો કરવા છતા નિર્ભર પાલીકા તંત્ર દ્વારા નકકર પગલાં લેવામાં આવતા નથી. અને બાળકોના સ્વાસ્થ્ય પર ગભીંર અસર થૈઇ રહી છે.
પાલીકાના સફાઇ કર્મચારીઓ કચરો શાળાની બાજુમાં ઠાલવી જાય છે. કચરામાંથી દુર્ધંગ સતત ફેલાતી હોવાથી શાળા પરિસરમાં વાતાવરણ ખરાબ થાય છે. સફાઇ કર્મચારીઓ અન્ય વિસ્તારોમાંથી કચરો ભેગો કરી શાળાની બાજુમંા ઠલાવી જાય છે. ઉપરાંત ઘણી બધી હોટલોના કર્મચારીઓ હાનિકારક કચરો ઠલવી જતા હોવાથી દુર્ગધ ભર્યુ વાતાવરણ રહેતું હોવાથી ત્રાસી ગયેલા શાળાના શિક્ષકો, વિર્ધાથીઓ, વાલીઓ અને રહેવાસીઓએનગર પાલિકા કચેરીએ ..દુર કરો ..દુર કરો ..ગંદકી દુર કરો ..ના નારા લગાવી ચિફ ઓફિસરને શાળા પાસેથી કાયમી ધોરણે કચરાનો પોંઈટ દુર કરી શાળા આસપાસ કાયમી સફાઇ કરવા લેખીત રજુઆત કરાઇ હતી.