સુરત પાલિકામાં માત્ર 35 દિવસના સમયગાળામાં 5639 કરોડથી વધુના વિવિધ કામનું ખાત મુર્હુત અને લોકાર્પણ
- લોકસભાની ચૂંટણીની આચારસંહિતા પહેલાનો સમય સુરત માટે ફાયદાકારક સાબિત થયો
- 22 માર્ચે નવસારીમાં વડાપ્રધાનના હસ્તે સુરત પાલિકાના 4512 કરોડના કામોનું લોકાર્પણ- ખાત મુર્હુત થયું : આચાર સંહિતા લાગુ પડે તેના એક દિવસ પહેલા 913 કરોડના કામોનું લોકાર્પણ ખાત મુર્હુત થયું
સુરત,તા.18 માર્ચ 2024,સોમવાર
લોકસભાની ચૂંટણી જાહેર થાય તે પહેલાં વિકાસના કામોનું ખાત મુર્હુત અને લોકાર્પણ કરવાની શાસકોની ભુખ સુરત શહેર માટે ફાયદાકારક સાબિત થઈ છે. લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર થાય તેના 35 દિવસ પહેલા નો સમય સુરતના વિકાસને તેજ ગતિ આપવાનો સમય બની ગયો છે.10 ફેબ્રૂઆરી થી 15 માર્ચ વચ્ચે સુરત પાલિકાના 5639 કરોડથી વધુના વિવિધ કામનું ખાત મુર્હુત અને લોકાર્પણ કરવામાં આવ્યા હતા જેમાં ચુંટણીની આચાર સંહિતા લાગુ પડે તેના એક દિવસ પહેલાં એટલે કે 15 માર્ચના રોજ સુરતમાં 913 કરોડના લોકાર્પણ અને ખાત મુર્હુત નો પણ સમાવેશ થાય છે.
દક્ષિણ ગુજરાતના નવસારી વાસી બોરડી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે પી.એમ.મિત્ર એપરેલ પાર્ક નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વડાપ્રધાનના હસ્તે વર્ચ્યુઅલ માધ્યમથી સુરત મહાનગરપાલિકાના 1130 કરોડના 14 વિકાસ કામોનું લોકાર્પણ તથા 2112 કરોડના 35 કામોનું ખાતમુહૂર્ત તેમજ સુડાનું 479 કરોડના એક કામ સહિત કુલ 3772 કરોડના 53 કામોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. થે સાથે સુરત પાલિકાની 50 જેટલી ઈ બસોનું પણ લોકાર્પણ વડાપ્રધાન દ્વારા કરવામાં આવ્યું હતું. 22 ફેબ્રૂઆરીના એક જ દિવસે સુરત પાલિકાના 4512 કરોડના કામોનું લોકાર્પણ- ખાત મુર્હુત વડા પ્રધાને કર્યું હતું.
ત્યાર બાદ 10 ફેબ્રૂઆરીએ સુરત પાલિકાના 172.85 કરોડના ખર્ચે ત્રણ પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અને ચુંટણીની આચાર સંહિતા લાગુ પડે તેના એક દિવસ પહેલા એટલે કે 15 માર્ચના રોજ 108.55 કરોડના બે પ્રોજેક્ટનું લોકાર્પણ અને 806.71 કરોડના 75 કામનું ખાત મુર્હુત કરવામા આવ્યા હતા. આમ સુરત પાલિકા વિસ્તારમાં છેલ્લા 35 દિવસમાં 2265.35 કરોડના 28 પ્રોજેક્ટનું લોકાર્પણ અને 3373.75 કરોડના 129 કામના ખાત મુર્હુત સાથે 5639 કરોડથી વધુના વિવિધ કામનું ખાત મુર્હુત અને લોકાર્પણ કરવામાં આવ્યું છે.
આમ લોકસભાની ચુંટણીની આચાર સંહિતા લાગુ પડે તે પહેલા સુરતમાં રાજકીય ધમધમાટ ના કારણે સુરતનો વિકાસ પણ ઝડપી બન્યો છે. હવે જે વિકાસના કામોનું ખાત મુર્હુત કરવામાં આવ્યું છે તે કામો ઝડપથી સમય મર્યાદામાં પુરા થાય તે જરૂરી છે.
છેલ્લા 35 દિવસમાં સુરતના વિકાસની ઝડપ
લોકાપર્ણ
તારીખ |
પ્રોજેક્ટની
સંખ્યા |
પ્રોજેકટ ની
કિંમત ( રૂ.. કરોડમાં) |
10 ફેબ્રૂઆરી
|
3 |
172.85 |
22 ફેબ્રૂઆરી
|
15 |
1970.10 |
2 માર્ચ
|
2 |
3.98 |
4 માર્ચ
|
6 |
9.87 |
15 માર્ચ
|
2 |
108.55 |
કુલ |
28 |
2265.35 |
ખાત મુર્હુત
તારીખ |
પ્રોજેક્ટની
સંખ્યા |
પ્રોજેકટ ની
કિંમત ( રૂ.. કરોડમાં) |
22 ફેબ્રૂઆરી |
40 |
2542.08 |
2 માર્ચ |
4 |
9.86 |
4 માર્ચ |
10 |
15.10 |
15 માર્ચ |
75
|
806.71 |
કુલ |
129 |
3373.75 |