Get The App

સુરતની સોસાયટીમાં ગટરનું પાણી અને ભુવા : કોંગ્રેસે ખાડામાં ભાજપના ઝંડા લગાવ્યા, તંત્ર દોડતું થયું

Updated: Jul 15th, 2024


Google NewsGoogle News
સુરતની સોસાયટીમાં ગટરનું પાણી અને ભુવા : કોંગ્રેસે ખાડામાં ભાજપના ઝંડા લગાવ્યા, તંત્ર દોડતું થયું 1 - image


Surat Pre Monsoon Work : સુરત મહાનગરપાલિકાની પ્રી મોનસૂન કામગીરી નબળી સાબિત થઇ હોય તેવું લાગે છે. કેમ કે વરસાદ શરૂ થતાં જ અહીંના રહેવાશીઓ માટે ભારે વરસાદની સાથે ગટરના પાણીની પણ સમસ્યા ઊભી થઈ છે. લોકોની અનેક ફરિયાદ છતાં તંત્ર કામગીરી ઢીલી કરતું હોવાથી કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન માટે નવો પ્રયોગ કરવામાં આવ્યો. સુરતમાં ભુવા હોય કે પછી ખાડા હોય કે ઉભરાતી ગટર હોય ત્યાં બધે જ ભાજપના ઝંડા લગાવી વિરોધ કરવામાં આવી રહ્યો છે. તાજેતરમાં પુણા વિસ્તારના લોકોએ પણ ઉભરાતી ગટર પર ભાજપના ઝંડા લગાવી વિરોધ પ્રદર્શન કરતા તંત્ર દોડતું થયું અને ઝડપથી કામગીરી શરૂ કરવા મજબૂર થયું. 

સુરત પાલિકાના વરાછા ઝોનના પુણા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પાણી અને ડ્રેનેજની સમસ્યા જોવા મળી રહી હતી અને લોકો તેનો વિરોધ કરી ફરિયાદ પણ કરી રહ્યા હતા. સુરત પાલિકા તંત્ર દ્વારા આ સમસ્યાનો ઉકેલ લાવવા ઘણા પ્રયાસો કરવામાં આવ્યા પરંતુ સફળતા ન મળી. જોકે, હાલ ચોમાસા દરમિયાન આ વિસ્તારના લોકો માટે ઉભરાતી  ડ્રેનેજ મોટી સમસ્યા બનીને બહાર આવી. હાલમાં પુણાની વિક્રમ નગર સોસાયટી, સંતોષી કૃપા સોસાયટી, નેતલદે પાર્ક સોસાયટી, ચામુંડા નગર સોસાયટીઓમાં છ દિવસથી ડ્રેનેજ ઉભરાઈ રહી છે સ્થાનિકો દ્વારા પાલિકાને ફરિયાદ કરવામા આવી છે પરંતુ કોઈ કામગીરી થતી નથી.

સુરતની સોસાયટીમાં ગટરનું પાણી અને ભુવા : કોંગ્રેસે ખાડામાં ભાજપના ઝંડા લગાવ્યા, તંત્ર દોડતું થયું 2 - image

જેના કારણે આજે ઉશ્કેરાયેલી સોસાયટીની મહિલાઓ અને અન્ય લોકોએ પાલિકાની કામગીરી સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. ઉભરાતી ગટર પર ભાજપનો ઝંડો લગાવીને શાસકો કામગીરીમાં નિષ્ફળ ગયા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. છ દિવસ સુધી ઝોન દ્વારા કોઈ કામગીરી કરવામાં આવી ન હતી પરંતુ ઉભરાતી ગટર પર ભાજપના ઝંડા લગાવતા તંત્ર દોડતું થયું હતું અને આજે ગટરની સફાઈ કામગીરી હાથ ધરી હતી.

સ્થાનિકોએ આક્ષેપ કરતા કહ્યું હતું કે, જો અમારા ઘરે પાણીની ટાંકીમાંથી પાણી ઉભરાઈ જાય તો પાલિકા તંત્ર દ્વારા 500થી એક હજાર સુધીનો દંડ કરવામાં આવે છે. પરંતુ અહીં તો છેલ્લા છ દિવસથી પાલિકાની ગટર ઉભરાઈ રહી છે તેના કારણે લોકોના આરોગ્ય સામે ખતરો ઉભો થયો છે તેમ છતાં કોઈ કામગીરી કરવામાં આવતી ન હોવાથી આ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.

સુરતની સોસાયટીમાં ગટરનું પાણી અને ભુવા : કોંગ્રેસે ખાડામાં ભાજપના ઝંડા લગાવ્યા, તંત્ર દોડતું થયું 3 - image


Google NewsGoogle News