Get The App

સુરતની ઓછું ભણેલી મહિલાએ પોતાની કોઠા સૂઝ થી શરૂ કર્યો ગૃહઉદ્યોગ : 100 જેટલી મહિલાઓને આપી રોજગારી

Updated: Jun 5th, 2023


Google NewsGoogle News
સુરતની ઓછું ભણેલી મહિલાએ પોતાની કોઠા સૂઝ થી શરૂ કર્યો ગૃહઉદ્યોગ : 100 જેટલી મહિલાઓને આપી રોજગારી 1 - image

સુરત,તા.5 જુન 2023,સોમવાર

ક્યારેક ક્યારેક ભણતર કરતા ઘડતર પણ ખૂબ જ મહત્વનું હોય છે, ક્યારેક અભણ માણસ પણ પોતાનામાં સારી એવી કળા ધરાવતું હોય છે અને આ કળા થકી તે પોતે તો કમાણી કરે છે પરંતુ સાથે અન્ય લોકોને પણ પ્રેરણા આપે છે. આવું જ કઈંક સાયન્સ સેન્ટર ખાતે આવેલી એક મહિલાનું છે. જે ઓછું ભણી છે. પંરતુ  કચ્છની આ ઓછું ભણેલી મહિલા પણ પોતાની કોઠાસૂઝથી આજે વિદેશમાં કચ્છની ઓળખ એવા હાથથી ભરેલાના વસ્ત્રો વેચી રહી છે. સાથે જ અન્ય 100 જેટલી ગૃહિણીઓને રોજગાર પણ આપી રહી છે.

સુરતની ઓછું ભણેલી મહિલાએ પોતાની કોઠા સૂઝ થી શરૂ કર્યો ગૃહઉદ્યોગ : 100 જેટલી મહિલાઓને આપી રોજગારી 2 - image

સાયન્સ સેન્ટર ખાતે હાલમાં ગરવી ગુજરાત અંતર્ગત હસ્તકલાનું એક પ્રદર્શન ચાલી રહ્યું છે. જેમાં ગુજરાતના અલગ અલગ શહેરોમાંથી હસ્તકલાના કારીગરોએ ભાગ લીધો છે. જેમાં કચ્છની એક મહિલા દિવ્યા આહીર પણ આવી છે. દિવ્યા આહીર ઓછું ભણ્યા છે, પરંતુ એક ગૃહિણી તરીકે તેમનામાં એક આગવી કોઠા સૂઝ રહેલી છે અને ભરતકામ વગેરેની આવડત છે અને આ જ આવડતના કારણે તેમને 2010 અને 11 માં પોતાના બિઝનેસની શરૂઆત કરી હતી. ભારતીય પરંપરાના વસ્ત્રોની ડિમાન્ડ વધે તેવા હેતુથી તેમને આ બિઝનેસ શરૂ કર્યો હતો. પાંચ મહિલા થી શરૂ થયેલો બિઝનેસ આજે 100 જેટલી મહિલાઓને રોજગારી આપી રહ્યો છે અને આ કપડાની ડિમાન્ડ અમેરિકા કેન્યા કેનેડા સહિતના દેશોમાં છે. આ અંગે દિવ્યાબેનએ કહ્યું કે હું GRDમાં નોકરી કરૂં છું અને નોકરી બાદ મને ઘણો ફ્રી ટાઈમ મળતો હતો એટલે મેં કંઈક બિઝનેસ કરવાનું વિચાર્યું. હું કચ્છની છું અને કચ્છમાં કાપડ પર કરવામાં આવતું ભરતકામ ખૂબ જ પ્રખ્યાત છે. એટલા માટે જ આ ભરતકામ વાળા કપડાનું વેચાણ કરવાની મે શરૂઆત કરી. હું ખૂબ ઓછું ભણેલી હતી. ધીરે ધીરે મેં મારી સાથે અન્ય મહિલાઓને જોડવાની શરૂઆત કરી. પહેલા પાંચ મહિલાઓને જોડી હતી અને આજે મારી સાથે 100 જેટલી મહિલાઓ કાર્ય કરી રહી છે, જેઓ અલગ અલગ ભરત ગુંથણના કામ કરે છે અને તે તમામ ગૃહિણીઓ છે. ઘરકામમાંથી જ્યારે પણ સમય મળે ત્યારે તેઓ કામ કરે છે અને મહિને સાતથી આઠ હજાર કમાઈ લેતા હોય છે. આજે આ ભરતકામ કરવામાં આવેલા કપડાને વિદેશ સુધી પહોંચાડ્યા છે અને વિદેશમાંથી આ ભરત કામ કરેલા કપડાની ખૂબ જ વધારે ડિમાન્ડ છે.  

આજે ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યો તો ઠીક પરંતુ સાત સમુંદર પાર અમેરિકા, જર્મની, દુબઇ, કેન્યા સહિતના દેશોમાં પણ આ કપડાનું વેચાણ થાય છે. ગુજરાતના પરંપરાગત વસ્ત્રો એટલે કે ભરતકામ કરેલા કપડાની ડિમાન્ડ વિદેશમાં પણ ખૂબ જ વધારે છે. આજે કચ્છમાં 80 થી 90 જેટલી મહિલાઓને રોજગાર પણ આપી રહ્યા છે. જે ડિઝાઇનના કપડાનો ઓર્ડર આવે તે પ્રકારે આ મહિલાઓને રોજગારી મળે છે. કોઈ મહિલા કપડામાં કાચ ટાંકવાનું કામ કરે છે તો કોઈ મહિલા ભરતકામ કે પછી કોઈ મહિલા આ કપડામાં રહી વર્ક કરવાનું કામ કરે છે.


Google NewsGoogle News