પાલિકાએ આવાસ બનાવ્યા તેના પાંચ જ વર્ષમાં જર્જરિત થઈ ગયાં
Image: Facebook
સુરત મહાનગરપાલિકાએ વર્ષ 2013માં ભેસ્તાન ખાતે સરસ્વતી આવાસ બનાવ્યા હતા. આ યોજના હેઠળ 20 બિલ્ડીંગ બનાવી તેમાં 640 લાભાર્થીઓને ફ્લેટ ફાળવવામાં આવ્યા હતા. શરૂઆતથી જ બિલ્ડીંગ ની કામગીરી સામે શંકા થતી હતી. ઈજારદારનો જવાબદારીનો પિરિયડ પૂરો થાય ત્યાં સુધીમાં આવાસ જર્જરિત થઈ ગયા હતા. આ બિલ્ડીંગનો સ્લેબ પડવાના અનેક બનાવ બન્યા બાદ આવાસ રહેવા લાયક નહીં રહેતા ખાલી કરાવાયા હતા. આ જર્જરિત આવાસ તોડીને તેની જગ્યાએ નવા આવાસ બનાવવા આયોજન થઈ રહ્યું છે.ભેસ્તાન ના જર્જરિત સરસ્વતી આવાસના 20 બિલ્ડીંગ તોડી પાડી નવેસરથી બિલ્ડીંગ બનાવવા પહેલા સૈધાંતિક મંજુરી સાથે સ્ક્રેપ વેલ્યુ નક્કી કરવાની દરખાસ્ત સ્થાયી સમિતિમાં રજૂ કરવામાં આવી હતી. પાલિકાએ આ 20 આવાસની સ્કેપ વેલ્યુ 2.86 કરોડ રાખી હતી, ટેન્ડર 51.54 ટકા નીચું એટલે કે 1.30 કરોડની ઓફર આવી છે તેના પર આગામી સ્થાયી સમિતિમાં નિર્ણય કરાશે.
સુરત મહાનગરપાલિકાએ વર્ષ 2012-13માં ટી. પી. સ્કીમ નં. ૨૨ (ભેસ્તાન), એફ.પી. નં. ૯૦માં સ્થિત જર્જરિત સરસ્વતી આવાસ બનાવાવમાં આવ્યા હતા. આ સરસ્વતી આવાસ કેમ્પસની ૨૦ બિલ્ડિંગોમાં ૬૪૦ આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું હતું, જોકે, આ બિલ્ડીંગ તકલાદી હોવાના કારણે કેમ્પસમાં અનેક દુર્ઘટના થતાં લોકો રહેવા માટે પણ ગભરાતા હતા.
આ બાંધકામ રહેવા લાયક નથી તેવા રિપોર્ટ બાદ બિલ્ડીંગને ખાલી કરાવવા સાથે લાભાર્થીઓને સ્લમ અપગ્રેડેશન સેલ દ્વારા અન્ય જગ્યાએ .ટ્રાન્ઝિટ એકોમોડેશન અન્ય સ્થળે આપવામાં આવ્યું હતું. પાલિકાએ બનાવેલા સરસ્વતી આવાસમાં રહેતા ૨૦બિલ્ડિંગોના ૬૪૦ આવાસ ધારકોને નવેસરથી જાહેર આવાસોને પુનઃ વિકાસ યોજના-૨૦૧૬ હેઠળ સમાવવા માટેની સૈદ્ધાંતિક મંજૂરી સ્થાયી સમિતિ દ્વારા જુન- ૨૦૨૦માં રજુ કરવામા ંઆવી હતી. ત્યાર બાદ આ તમામ જર્જરિત 20 બિલ્ડીંગ ઉતારી તેનું ડિમોલિશન કરવા સાથે સ્ક્રેપ વેલ્યુ નક્કી કરવા માટે કન્સલ્ટન્ટની નિમણૂક કરવામાં આવી હતી.
પાલિકાએ નક્કી કરેલા ન્સલટન્ટ દ્વારા વર્ષ ૨૦૨૧-૨૨ના એસઓઆર મુજબ, ૨.૬૮ કરોડની સ્ક્રેપ વેલ્યુનો અંદાજ તૈયાર કર્યો છે. વિભાગ દ્વારા આ સ્ક્રેપ વેલ્યૂ મંજૂર કરવા સ્થાયી સમિતિ સમક્ષ દરખાસ્ત રજૂ કરી છે. સ્ક્રેપ વેલ્યૂ મંજૂર કર્યેથી તમામ ૨૦બિલ્ડિંગો ડિમોલીશન કરી નાખવામાં આવશે અને ફરી ટેન્ડર બહાર પાડી આ બિલ્ડિંગો નવેસરથી બાંધવામાં આવશે જોકે, હાલમાં ટેન્ડરમા ઓફર આવી છે તે પાલિકાએ જે સ્ક્રેપ વેલ્યુ નક્કી કરી તેના કરતાં 51.54 ટકા ઓછી આવી છે. આ ઓફરને કારણે 20 બિલ્ડીંગની સ્ક્રેપ વેલ્યુ 1.30 કરોડની ઓફર આવી છે આ દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવી છે તેના પર નિર્ણય કરાશે.