Get The App

સુરત રેલવે સ્ટેશન મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ માટે પાલિકા પાસે 24961 ચો. મીટર જમીનની માંગણી

Updated: Nov 24th, 2023


Google NewsGoogle News
સુરત રેલવે સ્ટેશન મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ માટે પાલિકા પાસે 24961 ચો. મીટર જમીનની માંગણી 1 - image


Image Source: Wikipedia

કબજા હેઠળની ૧૮૮૫૮ ચો. મીટર જમીન ખાસ કિસ્સામાં લીઝ હોલ્ડ રાઇટ્સ ના ધોરણે ફાળવવા સ્થાયી સમિતિમાં આજે કરાશે નિર્ણય

સુરત, તા. 24 નવેમ્બર 2023 શુક્રવાર

સુરતના રેલવે સ્ટેશનને મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ બનાવવા માટે કામગીરી હાથ ધરવામાં આવી છે. આ કામગીરી અંતર્ગત મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ પ્રોજેક્ટ માટે મનપા દ્વારા સુરત ઇન્ટિગ્રેટેડ ટ્રાન્સપોર્ટેશન ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (સીટકો) દ્વારા સુરત પાલિકા પાસે 34961 ચોરસ મીટર જગ્યાની માગણી કરવામાં આવી છે.  આજે સાંજે સ્થાયી સમિતિની બેઠક મળશે તેમાં આ દરખાસ્ત પર નિર્ણય કરવામા આવશે.

વેસ્ટર્ન રેલવે, ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ અને સુરત મહાનગરપાલિકા દ્વારા સુરત રેલવે સ્ટેશન નવનિર્માણ અંતર્ગત મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટેશન હબ પ્રોજેકટનું ફેઝ-1 નું કામ શરૂ થઇ ગયું છે. પ્રોજેક્ટ સાકાર કરવા માટે વેર્સ્ટન રેલવે, ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન અને સુરત મનપાની સંયુક્ત કંપની એસ.પી.વી અને સુરત ઈન્ટીગ્રેટેડ ટ્રાન્સપોર્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિ.(SITCO) ની રચના કરવામાં આવી છે.

SITCO દ્વારા મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ પ્રોજેક્ટ માટે જરૂરી જમીન માટે સુરત મનપાને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે. જે અંતર્ગત ફેઝ-1 ના તબક્કામાં સુરત મનપાની કુલ 24,961 ચો.મી જગ્યાનું કન્ટ્રીબ્યુટ 90 વર્ષના સમયગાળા માટે લીઝ હોલ્ડ રાઈટ્સ ધોરણે ખાસ કિસ્સામાં ફાળવણીની ડિમાન઼્ડ કરવામાં આવી છે.  જેમાં કુલ 24,961 ચો.મી જમીન પૈકીની 18,858 ચો.મી જમીન સુરત મનપાના કબજા હેઠળની છે અને બાકીની 6103 ચો.મી ખાનગી જમીન ફરજીયાત સંપાદનની મેળવવામાં આવશે

એમએમટીએચ પ્રોજેક્ટ માટે SITCO ને 90 વર્ષના સમયગાળા માટે લીઝ હોલ્ડ રાઈટ્સ ધોરણે વિના મુલ્ય ખાસ કિસ્સામાં ફાળવણી કરવા માટે ની દરખાસ્ત પર આજે સ્થાયી સમિતિમાં નિર્ણ૟ કરવાામ આવશે


Google NewsGoogle News