વાયબ્રન્ટ સમિટના પ્રમોશન માટે સુરત પાલિકાના અધિકારીઓના વોટ્સએપ સ્ટેટસ બદલાયા

Updated: Jan 5th, 2024


Google NewsGoogle News
વાયબ્રન્ટ સમિટના પ્રમોશન માટે સુરત પાલિકાના અધિકારીઓના વોટ્સએપ સ્ટેટસ બદલાયા 1 - image


- કોવિડના કારણે ચાર વર્ષે વાઈબ્રન્ટ સમિટ યોજાશે 

- પાલિકા કમિશનર સહિત તમામ અધિકારીઓએ વાયબ્રન્ટ 2024 ના લોકો ધરાવતા ડીપી જોવા મળ્યા 

સુરત,તા.5 જાન્યુઆરી 2024,શુક્રવાર

કોરોના બાદ પહેલીવાર યોજાતી વાયબ્રન્ટ સમિટ યોજાઈ રહી છે ત્યારે દર બે વર્ષની જગ્યાએ ચાર વર્ષે આવેલી વાયબ્રન્ટ સમિટના પ્રમોશન માટે પાલિકા કમિશનર સહિત પાલિકાના તમામ અધિકારીઓના સોશ્યલ મિડિયાના સ્ટેટસ અને ડીપી બદલાઈ ગયા છે. 

આગામી 10 થી 12 જાન્યુઆરી વચ્ચે ગુજરાત વાયબ્રન્ટ સમિટ 2024 નું આયોજન થઈ રહ્યું છે. કોરોના પહેલા દર બે વર્ષે વાઇબ્રન્ટ સમિટનું આયોજન થતું હતું પરંતુ કોરોના બાદ ચાર વર્ષે વાયબ્રન્ટ  સમિટનું આયોજન આ વર્ષે થઈ રહ્યું છે. વાયબ્રન્ટ સમિટ 2024 નું આયોજન થશે તેમાં ભારત સહિત વિદેશી રોકાણકારોએ એમ.ઓ.યુ. કર્યા છે. જેના કારણે રાજ્ય સરકાર દ્વારા વાઇબ્રન્ટ સમિટના પ્રચાર પ્રસાર માટે સરકારે તંત્રને કામે લગાડ્યું છે. 

રાજ્ય સરકારે ગુજરાતની તમામ મહાનગરપાલિકા, શહેરી વિકાસ સત્તા મંડળ, અને સરકારી અધિકારીઓએ ગઈકાલથી સોશિયલ મિડિયાની પ્રોફાઈલ અને ડીપીમાં વાયબ્રન્ટ સમિટ 2024 નો લોકો અપલોડ કરાયો છે. જેના કારણે ગઈકાલે મોડી સાંજથી સુરત પાલિકા કમિશનર સહિતના તમામ અધિકારીઓના સોશિયલ મિડિયાના ડીપી અને સ્ટેટસમાં વાયબ્રન્ટ સમિટનો લોગો જોવા મળ્યો છે.


Google NewsGoogle News