Get The App

સુરત: પશ્ચિમ રેલવેએ બીલીમોરા વઘઇ નેરોગેજ ટ્રેન ફરી શરૂ કરી

- બંધ કરાયેલી ટ્રેનને લડત આપી ચાલુ કરાયા બાદ ખોટનુ મહેણું હવે પર્યટકોના વધતા ઘસારાથી બંધ થશે

Updated: Nov 20th, 2021


Google NewsGoogle News
સુરત: પશ્ચિમ રેલવેએ બીલીમોરા વઘઇ નેરોગેજ ટ્રેન ફરી શરૂ કરી 1 - image


સુરત, તા. 20 નવેમ્બર 2021 શનિવાર

ગાયકવાડ રાજાના જમાનાની 110 વર્ષ જૂની નેરોગેજ છુક છુક ગાડી જે આદિવાસીઓને શહેરો સાથે જોડતી અને રોજગારી માટે સસ્તું વાહન બન્યું હતું જે હવે બે જ મહિનામાં 10000થી વધુ પર્યટકોની પહેલી પસંદ પણ બની ગઈ છે.

પશ્ચિમ રેલવે દ્વારા બીલીમોરા વઘઇ નેરોગેજ ટ્રેન ખોટ કરતી હોવાનું કારણ આગળ ધરી બંધ કરાયેલી ટ્રેનને લડત આપી ચાલુ કરાયા બાદ ખોટ નું મહેણું હવે પર્યટકોના વધતા ઘસારાથી બંધ થશે.

સુરત: પશ્ચિમ રેલવેએ બીલીમોરા વઘઇ નેરોગેજ ટ્રેન ફરી શરૂ કરી 2 - image

નવસારી જિલ્લાના બીલીમોરા શહેર થી ડાંગ જિલ્લાના વઘઇ સુધી પોહચતી નેરોગેજ ટ્રેન જે આદિવાસી પંથક ની જીવાદોરી સમાન ટ્રેન બની હતી પણ કોરોના કાળ માં ટ્રેન બંધ કરવામાં આવી હતી. સ્થાનિક આદિવાસીઓ એ ધરણા કરી અનેક વાર રજુઆત કરી હતી જેને લઈને પશ્ચિમ રેલવે દ્વારા આ ટ્રેન ને ફરી નવા રૂપ રંગ સાથે 4 સપ્ટેમ્બરથી શરૂ કરવામાં આવી હતી. આદિવાસી એ રાજકીય પાર્ટી માટે વોટ બેન્ક માનવામાં આવે છે જે વોટ બેન્ક ને રાજી રાખવાના પ્રયત્ન ને લઈને નવસારી ના સાંસદ અને પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ એ ટ્રેન શરૂ કરાવવામાં મહત્વ ની કામગીરી કરી છે એ ટ્રેન માં મુસાફરી મોંઘી પડશે એટલા માટે કે એસી વિસ્ટાડોમ કોચનું ભાડું 560 રૂપિયા છે જ્યારે જનરલ કોચનું ભાડું 40 રૂપિયા જેટલું ભાડું રાખવામાં આવ્યું છે સાથે એસી કોચ જે પર્યટકો માટે રાખવામાં આવ્યો છે અને છુક છુક ગાડી પર્યટકો માટે કુદરતી વાતવરણ નો નજારો આપે છે જેને લઇ હવે દક્ષિણ ગુજરાતની આ બીલીમોરા - વઘઇ નેરોગેજ ટ્રેન પર્યટકો માટેનું એક નવું ડેસ્ટિનેશન બન્યું છે.

સુરત: પશ્ચિમ રેલવેએ બીલીમોરા વઘઇ નેરોગેજ ટ્રેન ફરી શરૂ કરી 3 - image

ડાંગ જિલ્લાના આદિવાસી સાથે નવસારી, વાંસદા, ચીખલી અને ગણદેવી ના આદિવાસીઓ વાંસદા ના ધારાસભ્ય અનંત પટેલ ની આગેવાની માં ટ્રેન બંધ થતાં આંદોલન શરૂ કર્યું હતું જેનો પડઘો દિલ્હી સુધી પડતા આખરે આદિવાસી સમાજની માંગણીઓ સ્વીકારી આજે આદિવાસી સમાજ ની જીવાદોરી દોડતી થઈ છે પરંતુ આ ટ્રેન હવે માત્ર આદિવાસી સમાજ ની જીવાદોરી જ નહિ પણ પર્યટકોની પેહલી પસંદ બની છે એટલા માટે કે ટ્રેન શરુ થયાને બે મહિનામાં 04_9_2021 એ ટ્રેનની શરૂઆત થઇ ત્યારથી એસી વિસ્ટાડોમ કોચમાં સપ્ટેમ્બર માસમાં 415 પર્યટકોએ મુસાફરી કરી જયારે ઓક્ટોબર માસ માં 357 પર્યટકોએ મુસાફરી કરી જયારે જનરલ કોચમાં અધધધ કહી શકાય એમ સપ્ટેમ્બર માસ માં 5431 પર્યટકોએ મુસાફરી કરી અને ઓક્ટોબર માસમાં 5249 પર્યટકોએ મુસાફરી કરતા લોકોની પેહલી પસંદ હવે  બીલીમોરા - વઘઇ નેરોગેજ ટ્રેન બની છે.


Google NewsGoogle News