આગામી બુધવારે DGVCLના ફીડરની કામગીરીના કારણે પાંચ ઝોનમાં પાણી પુરવઠો ખોરવાશે
Water Shortage in Surat : સુરત પાલિકાના વરાછા બી ઝોનમાં ડીજીવીસીએલના સીમાડા ફીડરના શટડાઉનના કારણે પાણી પુરવઠો બંધ રહેશે. આ ઉપરાંત વાલક ઈન્ટેકવેલ થી સીમાડા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ તરફ રો-વોટર લઈ જતી નળીના લીકેજની કામગીરી પણ હાથ ધરાશે. આ કામગીરીને પગલે વાલક ઈન્ટેકવેલ થી પાણી પુરવઠો આપી શકાશે નહીં, આ કામગીરી 15 મે બુધવારના રોજ હાથ ધરવામાં આવશે દરમિયાન સુરત પાલિકાના સરથાણા, વરાછા એ-બી, લિંબાયત અને ઉધના ઝોનના અનેક વિસ્તારમાં થશે પાણી કાપ રહેશે. આ દિવસ દરમિયાન લોકોને જરૂરિયાત મુજબ પાણી પુરવઠાનો સંગ્રહ કરવા તથા કરકસર પુર્વ પાણીનો ઉપયોગ કરવા માટે અપીલ કરવામાં આવી છે.
સુરત પાલિકા દ્વારા શહેરના લોકોને પાણી પુરવઠો પૂરો પાડવામાં આવે છે પરંતુ આગામી 15 મે ના રોજ બુધવારે ડીજીવીસીએલ તરફથી સવારે 10 વાગ્યાથી બે વાગ્યા સુધીમાં સીમાડા વિસ્તારમાં આવેલા ફીડરનું શટડાઉન કરવામાં આવશે. આ શટડાઉનના કારણે પાવર સપ્લાય બંધ રહેશે પાવર બંધ રહેતા આ સમય દરમિયાન વાલક ઇન્ટેક વેલથી સીમાડા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ તરફ જતી 1000 મીમી વ્યાસની રો-વોટર પાઈપ લાઈનમાં વી.ટી.નગર પાસેની લાઈન લીકેજ છે તેને રીપેર કરવામાં આવશે. આ ઉપરાંત સીમાડા ફિલ્ટર હાઉસ થી ભૂગર્ભ ટાંકી ભરતી 1000 મી.મી. વ્યાસની એમ.એસ.નળીકા પરની લીકેજની કામગીરી હાથ ધરવામાં આવશે.
15 મી મેના રોજ બુધવારે આ કામગીરી હાથ ધરવામાં આવશે જેના કારણે પાલિકાના પાંચ ઝોન જેમાં વરાછા એ-બી, લિંબાયત અને ઉધના ઝોનના અનેક વિસ્તારમાં થશે પાણી કાપ રહેશે. આ પાંચ ઝોનમાં પાણી પુરવઠો નહીં મળે તેથી એક દિવસ માટે જરૂર મુજબનો પાણી પુરવઠોનો સંગ્રહ કરવા તથા કરકસર પૂર્વક પાણીનો ઉપયોગ કરવા માટે પાલિકાએ લોકોને અપીલ કરી છે.