કતારગામ વોટર વકર્સ ખાતે વીજ કંપનીના સબ સ્ટેશનની કામગીરીના કારણે કાલે કતારગામ અને લિંબાયત અને ઉધના એ ઝોનમાં પાણી કાપ
- કતારગામ વોટર વકર્સ ખાતે વીજળી કંપનીના સબ સ્ટેશન ખાતે એચડી સ્વીચ બદલવા માટેનું કામ ચાલુ રહેતા એક દિવસનો સપ્લાય બંધ રહેશે.
સુરત,તા.02 નવેમ્બર 2023,ગુરૂવાર
સુરત મહાનગરપાલિકાના કતારગામ વોટર વર્કસમાં કામગીરીના ભાગરૂપે એક દિવસ વીજ પુરવઠો ન હોવાથી આવતીકાલે શુક્રવારે કતારગામ અને લિંબાયત અને ઉધનાએ ઝોનમાં પાણી કાપ રહેશે. આ સમય દરમિયાન જ્યાં પાણી કાપ છે તે વિસ્તારના લોકોને કરકસરથી પાણીનો ઉપયોગ કરવા તથા જરૂરિયાત મુજબના પાણીનો સંગ્રહ કરવા માટે પાલિકાએ અપીલ કરી છે.
સુરત પાલિકાના કતારગામ ઝોનમાં આવેલા કતારગામ વોટર વર્કસમાં વીજળી કંપનીના સબ સ્ટેશન ખાતે એચડી સ્વીચ બદલવા માટેનું કામ ચાલુ રહેતા એક દિવસનો સપ્લાય બંધ રહેશે. જેના કારણે ગુરુવારે કતારગામ અને લિંબાયત જ્યારે શુક્રવારે ઉધના એ ઝોનમાં પાણી કાપ રહેશે. જેના કારણે આવતીકાલે શુક્રવારે લિંબાયત ઝોનમાં સાંજના સમયનો સપ્લાય ખોરવાશે જેમાં ભાઠેના-1, ઉમિયાનગર, મગદુમનગર, સલીમનગર, પ્રકાશ એન્જિનિયરિંગની ગલી, ઈડબલ્યુએસ ક્વાર્ટર, જવાહર નગર, નેહરુનગર, લો કોસ્ટ કોલોની, હળપતિ કોલોની, નવી કોલોની, ખ્વાજા નગર, બાગબાન ગલીનો વિસ્તાર, ચીમનીનો ટેકરો, બેઠ્ઠી કોલોની, નેહરુનગર, ડી-ટાઇપ ટેનામેન્ટ, ગાંધીનગર, ઇસ્લામપુરા, રજાનગર, મિલેનિયમ માર્કેટ વિસ્તાર અને જૂના ડેપોનો વિસ્તાર પાણી કાપ રહેશે. જ્યારે સાઉથ ઝોનમાં પણ સાંજનો સપ્લાય બંધ રહેશે, જેમાં જૂના બમરોલી અપેક્ષા નગર, હરિઓમ નગર, જય જવાન જય કિસાન સોસાયટી અને ગોવાલક વિસ્તારના અંબિકા નગર સોસાયટી, દેવેન્દ્ર નગર, ગણપત નગર, લક્ષ્મી નગર, કરસન નગર, હીરા નગર અને કર્મયોગ સોસાયટીમાં પાણી નહીં આવશે. કતારગામ ઝોનમાં બપોરના સમયે પાણી કાપ રહેશે. જેમાં વરાછા વિસ્તાર અને કતારગામ વિસ્તારના કતારગામ ગામતળ, વેડ દરવાજા, કતારગામ દરવાજા, પંડોળ, રેલ રાહત કોલોની, ગોટાલાવાડી, રહેમત નગર, અને સુમુલ ડેરીમાં પાણી વ્યવસ્થા બંધ રહેશે. કતારગામ ઝોનમાં સેન્ટ્રલ ઝોન વિસ્તાર, કતારગામ ઝોન વિસ્તાર, કતારગામ બાલાશ્રમમાં ઓછા પ્રેશર થી પાણી મળશે. તે સિવાય અશ્વિની કુમાર જળ વિતરણ મથક વિસ્તારમાં બપોરે પાણી નહીં આવશે. જેમાં વરાછા વિસ્તાર અશ્વિનીકુમાર, અશ્વિનીકુમાર, ફુલપાડા, પટેલનગર, રામબાગ, ધરમનગર, વલ્લભાચાર્ય રોડ, સૂર્યપુર ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં પણ ઓછા પ્રેશર થી પાણી મળશે.આ વિસ્તારના લોકોને કરકસરથી પાણીનો ઉપયોગ કરવા તથા જરૂરિયાત મુજબના પાણીનો સંગ્રહ કરવા માટે પાલિકાએ અપીલ કરી છે.