સુરતના રસ્તા પરના મંદિર મુદ્દે પાલિકાની નોટિસ બાદ ધાર્મિક સંસ્થાઓએ પાલિકા-કલેક્ટરને આવેદનપત્ર આપ્યું

Updated: Jun 12th, 2024


Google NewsGoogle News
સુરતના રસ્તા પરના મંદિર મુદ્દે પાલિકાની નોટિસ બાદ ધાર્મિક સંસ્થાઓએ પાલિકા-કલેક્ટરને આવેદનપત્ર આપ્યું 1 - image


Surat News : હાઈકોર્ટની સુચના બાદ સુરત સહિત સમગ્ર ગુજરાતના રસ્તા પરના ધાર્મિક સ્થળો હટાવવા માટેની સૂચના આપી છે. ત્યારબાદ સુરત શહેરમાં જાહેર સ્થળોના ધાર્મિક દબાણ હટાવવા માટે સમિતિની રચના કરવામાં આવી છે, સુરત પાલિકા દ્વારા જાહેર રસ્તા પર આવેલા ધાર્મિક સ્થળોને હટાવવા માટે નોટિસ આપવામાં આવી છે. સુરતમાં રસ્તા પરના મંદિરના મુદ્દે વીએચપી અને બજરંગ દળના આક્રમક તેવર જોવા મળી રહ્યાં છે. સુરતના રસ્તા પરના મંદિર મુદ્દે પાલિકાની નોટિસ બાદ ધાર્મિક સંસ્થાઓએ પાલિકા-કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું.  રસ્તા પરના મંદિર સાથે સુરતના 12 પૌરાણિક મંદિરને પણ નોટિસ આપી છે તે નોટિસ રદ્દ કરવામાં નહીં આવે તો આંદોલન કરવા માટેની ચીમકી આપવામાં આવી છે.

સુરતના રસ્તા પરના મંદિર મુદ્દે પાલિકાની નોટિસ બાદ ધાર્મિક સંસ્થાઓએ પાલિકા-કલેક્ટરને આવેદનપત્ર આપ્યું 2 - image

સુરતમાં ટ્રાફિકની સમસ્યા દિવસેને દિવસે વધી રહી છે આ સમસ્યા દુર કરવા માટે પાલિકા તંત્ર જાહેર રસ્તા પરના દબાણ દૂર કરવાની કામગીરી પણ પુરી કડકાઈથી કરી શકતી નથી ત્યારે સુરત શહેરના રસ્તા પર 411 જેટલા ધાર્મિક સ્થળો છે તેને દુર કરવાની કામગીરી પાલિકા તંત્ર માટે માથાનો દુખાવો બની રહી છે. સુરત શહેરના રાજમાર્ગ, લાલ દરવાજા, રીંગ રોડ, રાંદેર રોડ, કતારગામ રોડ, વેડ રોડ, વરાછા રોડ, ઉધના રોડ, જેવા અનેક રોડ પહોળા કરવા માટે લોકોની લાખો રૂપિયાની મિલકતનું ડિમોલીશન કરવામાં આવ્યું છે. પરંતુ  લોકોની ધાર્મિક લાગણીનું નામ આપીને દુર કરવામાં આવ્યા ન હોવાથી આજે પણ શહેરના અનેક રસ્તા પર હજી પણ 411 જેટલા મંદિર, મસ્જિદ, ચર્ચ કે ગુરુદ્વારા જેવા ધાર્મિક સ્થળો જોવા મળી રહ્યા છે તેને દુર કરવા માટે પાલિકા માટે મોટો પડકાર છે. 

સુરતના રસ્તા પરના મંદિર મુદ્દે પાલિકાની નોટિસ બાદ ધાર્મિક સંસ્થાઓએ પાલિકા-કલેક્ટરને આવેદનપત્ર આપ્યું 3 - image

હાલમાં પાલિકાએ રસ્તા પર આવેલા ધાર્મિક દબાણ દૂર કરવા માટે પાલિકાએ નોટિસ આપવાનું શરૂ કર્યું છે. થોડા દિવસ પહેલાં પાલિકાના લિંબાયત ઝોનમાં ધાર્મિક સંસ્થાઓ દ્વારા નોટિસ મુદ્દે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આજે શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા પાલિકા કચેરી અને કલેકટર કચેરી સામે આક્રમક વિરોધ પ્રદર્શન કર્યું હતું. વીએચપી અને બજરંગ દળના કાર્યકરો એકઠાં થયા હતા. સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરી રહેલા કાર્યકરોએ રામધૂન બોલાવી હતી. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પાલિકા તંત્રને જણાવવામા આવ્યું છે કે શહેરમાં 12 જેટલા પૌરાણિક મંદિર છે તેને પણ પાલિકાએ નોટિસ આપી છે તેનો આક્રમક વિરોધ કરીએ છીએ. શહેરમાં સંખ્યાબંધ અન્ય ધાર્મિક સ્થળો છે પહેલા આ ધાર્મિક સ્થળો હટાવવામાં આવે ત્યાર બાદ જ મંદિર હટશે. પાલિકા કમિશનર દ્વારા નોટિસ આપવામાં આવી છે. રસ્તાની આડમાં મંદિરો તોડવાની નોટિસ આપવામાં આવી છે. મંદિરને તોડવા કરતાં વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઈએ. હિન્દુઓની આસ્થા મંદિર સાથે જોડાયેલી છે. ત્યારે આ રીતે મંદિર તોડવાની વાતથી આસ્થાનો ભંગ થાય છે. જો પાલિકા દ્વારા પૌરાણિક મંદિરની નોટીસ પાછી નહીં ખેંચાય તો આક્રમક આંદોલન કરવામાં આવશે તેવી પણ ચીમકી આપી છે.


Google NewsGoogle News