Get The App

ઉત્તરાયણ સ્પેશિયલ : દોરી વીંટાળવાની ઝંઝટમાંથી મુક્તિ મેળવવા ઉત્તરાયણ પર સુરતની બજારોમાં ઇલેક્ટ્રિક ફીરકીનું આગમન

Updated: Jan 13th, 2023


Google NewsGoogle News
ઉત્તરાયણ સ્પેશિયલ : દોરી વીંટાળવાની ઝંઝટમાંથી મુક્તિ મેળવવા ઉત્તરાયણ પર સુરતની બજારોમાં ઇલેક્ટ્રિક ફીરકીનું આગમન 1 - image

સુરત,તા.13 જાન્યુઆરી 2023,શુક્રવાર 

ઉત્તરાયણના તહેવારને માંડ બે દિવસ બાકી છે ત્યારે અનેક પ્રકારની ફીરકી વચ્ચે સુરતમાં બેટરી સંચાલિત ફીરકી આકર્ષણનું કેન્દ્ર બની છે. આ ઇલેક્ટ્રિક ફિરકીમાં માત્ર એક બટન દબાવવાથી દોરી સરળતાથી વીંટળાઈ પણ જશે અને ઢીલ પણ આપી શકાય છે. અગત્યની વાત એ છે કે તે સંપૂર્ણ સ્વદેશી બનાવટની છે.

સુરતની પતંગની માર્કેટોમાં અવનવા પતંગ આકર્ષણનું કેન્દ્ર બનતા હોય છે પરંતુ આ વર્ષે પતંગની સાથે ઈલેક્ટ્રિક ફીરકી પણ આકર્ષણનું કેન્દ્ર બની છે.મકરસંક્રાંતિ પર સૌથી મોટી ઝંઝટ દોરી લપેટવાની હોય છે પરંતુ શહેરમાં જોવા મળી રહેલી આ અત્યાધુનિક ઈ-ફીરકી પતંગ રસિયાઓને આ ઝંઝટમાંથી મુક્તિ અપાવનારી હોવાથી હાલ બજારમાં તેની ડિમાન્ડ જોવા મળી રહી છે. સંપુર્ણ સ્વદેશી એવી આ ફીરકીમાં એક બટન દબાવવાથી ઓપરેટ થાય છે. તેમજ પતંગ ચગાવતા સમયે પતંગના દોરને ઢીલ પણ આપી શકાય છે. જેથી આ ઇલેક્ટ્રિક ફીરકી લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. 

આ અંગે વેપારી મેહુલ ગોયાણીએ કહ્યું કે, સુરતમાં સૌપ્રથમ ઓટોમેટીક ફીરકીની શરૂઆત કરી છે. ઇલેક્ટ્રીક ફીરકીમાં સૌથી મોટી ખાસિયત એ છે તે બેટરી સંચાલિત છે. તેમાં ૯ વોલ્ટની ત્રણ બેટરી મૂકવામાં આવે છે. જેથી ૬ થી ૭ કલાક સુધી બેટરી બેકઅપ પૂરું પાડે છે. આ ઉપરાંત એક મોટર પણ મૂકવામાં આવી છે જે આ ફીરકીને સરળતા થી રોટેટ કરે છે. ફીરકીમાં બેટરી પૂરી થયા બાદ તેની બેટરી પણ સરળતાથી બદલી શકાય છે. જેના કારણે હવે પતંગરસીયાઓને પતંગ કપાયા બાદ દોરી  

વીંટવાની જે મુશ્કેલી પડતી હતી તે મુશ્કેલીનો સામનો હવે કરવો પડશે નહીં. ફીરકીની કિંમત રૂ.૨૧૦૦ છે તેમજ આ મેડ ઇન ઇન્ડિયા જ છે. આ ફિરકી માટે અન્ય રાજ્યોમાંથી પણ ઓર્ડર મળી રહ્યા છે.


Google NewsGoogle News