Video: સુરતની ઉમરીગર શાળાએ વાલીઓએ સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો
સુરત, તા. 10 સપ્ટેમ્બર 2020 ગુરૂવાર
બાળકોની ફીના મામલે વાલીઓ અને શાળા વચ્ચે ગણપતિ ઘર્ષણ શરૂ જ છે ત્યારે વધુ એક શાળા ચર્ચાનો વિષય બની છે. સુરતની ઉમરીગર શાળામાં મોટી સંખ્યામાં વાલીઓએ પહોંચીને વિરોધ નોંધાવ્યો છે.
સુરતની અનેક શાળાઓ બાદ હવે ઉમરા વિસ્તારની ઉમરીગર શાળામાં ફીના મુદ્દે વાલીઓને દબાણ કરાતાં વાલીઓએ શાળા પરિસરમાં અને સૂત્રોચ્ચાર સાથે હોબાળો મચાવ્યો હતો.
શાળા દ્વારા વાલીઓને ફી ભરવા દબાણ કરવામાં આવી રહ્યું હોવાથી મોટી સંખ્યામાં વાલીઓએ ભેગા થઈ શાળાએ આવીને તેમનો વિરોધ નોંધાવ્યો છે. સાથે જ ફી ઓછી કરવા માટે વાલીઓએ માંગ કરી છે.એટલું જ નહીં પરંતુ તેમણે આરોપ પણ લગાવ્યો હતો કે બાળકોને ભણવાના નામે પીડીએફ મોકલી આપવામાં આવે છે.
વાલી હેતલબેને કહ્યું કે, અત્યાર સુધી અમે સમયસર ભરી જ છે. પરંતુ હાલ શાળામાં ઓનલાઇન ક્લાસીસ શરૂ નથી તેમ છતાં ફીની માંગણી કરાઈ છે. તેઓ મન ફાવે તે અઠવાડિયામાં બે-ત્રણવાર વિડીયો મોકલી દે છે અને પીડીએફ મોકલી આપે છે.