સુરત પાલિકાના રાંદેર ઝોનમાં અડાજણ ગુજરાત ગેસ સર્કલ પાસે મોટો ભુવો પડતા ટ્રાફિકને અસર

Updated: Oct 4th, 2023


Google NewsGoogle News
સુરત પાલિકાના રાંદેર ઝોનમાં અડાજણ ગુજરાત ગેસ સર્કલ પાસે મોટો ભુવો પડતા ટ્રાફિકને અસર 1 - image


- પીક અવર્સમાં સતત વધુ ટ્રાફિક રહે છે તે જગ્યાએ જ ભુવો પડ્યો

સુરત,તા.4 ઓક્ટોબર 2023,બુધવાર

સુરત શહેરમાં વરસાદ બંધ થયા બાદ પણ પાલિકાના રાંદેર ઝોનમાં ભુવો પડવાનું બંધ થતું નથી. સતત ટ્રાફિક થી ધમધમતા એવા ગુજરાત ગેસ સર્કલ પાસે આજે સવારે અચાનક ભૂવો પડતા લોકોમાં ગભરાટ ફેલાયો છે. આ રોડ સતત ટ્રાફિકથી ધમધમતો હોવાથી ટ્રાફિક પર અસર પડી રહી છે.

સુરતમાંથી વરસાદે લગભગ વિદાય લઈ લીધી છે તેમ છતાં પાલિકાના વરાછા અને રાંદેર ઝોનમાં ભુવો પડવાની ઘટના બંધ થતી નથી. થોડા દિવસ પહેલા જ રાંદેર ઝોનમાં બે ભુવા પડ્યા હતા જેને કારણે લોકોને હાલાકી થઈ હતી. દરમિયાન આજે વહેલી સવારે ટ્રાફિક થી વ્યસત તેવા ગુજરાત ગેસ સર્કલ પર અચાનક ભુવો પડી ગયો હતો. આ અંગે પાલિકાની જાણ થાય તે પહેલા પોલીસ દ્વારા મૂકવામાં આવતા બેરીકેટ ભુવાની આસપાસ મૂકી દેવામાં આવ્યા છે. આ રોડ પર સતત ટ્રાફિક રહે છે તેમાં પણ પીક અવર્સમાં ટ્રાફિકનું વધુ ભારણ રહે છે. આવા સમયે જ ભુવો પડતા વાહન ચાલકોમાં ગભરાટ ફેલાયો છે.


Google NewsGoogle News