વડાપ્રધાનના જન્મ દિવસે શુભેચ્છા આપવા સુરતમાં મુકેલા હોર્ડિગ્સ તકલાદી નીકળ્યા : અડાજણમાં હોર્ડિગ્સ તુટી પડ્યા

Updated: Sep 18th, 2023


Google NewsGoogle News
વડાપ્રધાનના જન્મ દિવસે શુભેચ્છા આપવા   સુરતમાં મુકેલા હોર્ડિગ્સ તકલાદી નીકળ્યા  : અડાજણમાં હોર્ડિગ્સ તુટી પડ્યા 1 - image


- અડાજણના પ્રાઈમ આર્કેડ ખાતે શુભેચ્છા હોર્ડિગ્સ-કમાન તુટી પડતા થોડા સમય માટે રસ્તો બંધ કરવો પડ્યો

- વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસે અનેક સેવાકીય કાર્યો શરૂ થયા છે પરંતુ આડેધડ અને તકલાદી હોર્ડિગ્સ-કમાન લોકો માટે આફત બન્યા

સુરત,તા.18 સપ્ટેમ્બર 2023,સોમવાર

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસની શુભેચ્ચા માટે અડાજણ વિસ્તારમાં લગાવવામાં આવેલા હોર્ડિગ્સ- કમાન તકલાદી સાબિત થયા છે. ગઈકાલે મુકેલા હોર્ડિગ્સ આજે ટ્રાફિકના પીક અવર્સમાં જ તુટી પડતાં રસ્તો બંધ કરવો પડતા ટ્રાફિક જામ થવા સાથે લોકોની મુશ્કેલી વધી હતી. અડાજણ પ્રાઈમ આર્કેડ ખાતે મુકાયેલા હોર્ડિગ્સ આજે તુટી પડતાં ટ્રાફિક સમસ્યા થઈ હતી. 

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસે સુરત સહિત સમગ્ર રાજ્યમાં રકત્દાન કેમ્પનું આયોજન કરવામા આ્વ્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે ગઈકાલથી શરુ થયેલા સેવાકીય પ્રવૃત્તિ આગામી 2 ઓક્ટોબર સુધી ચાલશે. સુરત શહેરમાં વડાપ્રધાનના જન્મ દિવસે તેમને શુભેચ્છા આપવા  માટે શહેરમાં અનેક જગ્યાએ મોટા પ્રમાણમાં હોર્ડિગ્સ લગાવવામાં આવ્યા છે. આયોજન વિના આડેધડ હોર્ઢિગ્સ- કમાન લગાવવામા આવ્યા છે તેમાં અડાજણ વિસ્તારના પ્રાઈમ આર્કેડ ખાતે લગાવાવમાં આવેલા હોર્ડિગ્સ આજે પીક અવર્સ દરમિયાન તુટી પડ્યું હતું. ટ્રાફિકથી ધમધમતા રોડ પર પીક અવર્સમાં હોર્ડિગ્સ તુટી પડતાં રસ્તો બંધ કરી દેવો પડ્યો હતો અને ટ્રાફિક જામ થઈ ગયો હતો. આમ સેવાકીય પખવાડીયામાં આયોજન વિના મુકાયેલા હોર્ઢિગ્સ- કમાન લોકોની સેવાના બદલે મુશ્કેલી વધારી દીધી છે.


Google NewsGoogle News