સુરતના કોટ વિસ્તારમાં પાણીની નવી લાઇન બાદ ફ્લશીંગ કરાતા હજારો લિટર પાણી રસ્તા પર ઢોળાયું

Updated: Oct 26th, 2023


Google NewsGoogle News
સુરતના કોટ વિસ્તારમાં પાણીની નવી લાઇન બાદ ફ્લશીંગ કરાતા હજારો લિટર પાણી રસ્તા પર ઢોળાયું 1 - image


- કોટ વિસ્તાર ઉપરાંત ખટોદરા ખાતે બનેલી નવી ટાંકીની શરૂઆત સાથે પણ ફ્લશીંગ કરાયું છે, પાણીની લાઈન તૂટી હોવાની વાતો વહેતી થઈ 

સુરત,તા.26 ઓક્ટોબર 2023,ગુરૂવાર

સુરત પાલિકાના દ્વારા કોટ વિસ્તારમાં પાણીની નવી લાઇન નાંખ્યા બાદ કેટલાક વિસ્તારમાં લાઈન સફાઈ માટે ફ્લશીંગ કરવામાં આવ્યું હતું. થોડા દિવસ બાદ ફરીથી આજે બાકી રહેલા ઘરની લાઈનનું ફ્લશીંગ આજે કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત આજે ખટોદરા ખાતે બનેલી નવી ટાંકીની શરૂઆત સાથે પણ ફ્લશીંગ કરાયું છે, પાણીની લાઈન તૂટી હોવાની વાતો વહેતી થઈ હતી.

સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરના જૂના અને નવા વિસ્તારમાં પાણીની સુવિધા માટે સતત કામગીરી કરી રહી છે. પાલિકા દ્વારા કોટ વિસ્તારમાં પાણીની સમસ્યાનો હલ કરવા માટે નવી લાઈન નાખી છે આ લાઈનમાં રહેલો કચરો દુર કરવા માટે પાલિકાએ  થોડા સમય પહેલાં ફ્લશીંગ કર્યું હતું. પરંતુ હજી લાઈનમાં થોડી માટી હોવાથી આજે ફરી વાર બાકી રહી ગયેલી લાઈનમાં ફ્લશીંગ કરવામાં આવ્યું હતું. જેના કારણ ગોપીપુરા વિસ્તારમાં અનેક શેરીમાં મોટા ભાગના ઘરોમાંથી ટેપીંગ કરેલા નળમાંથી હજારો લિટર પાણી બહાર આવ્યું હતું. આવી જ રીતે આજે  ખટોદરા ખાતે બનેલી નવી ટાંકીની શરૂઆત સાથે પણ ફ્લશીંગ કરાયું છે, પાણીની લાઈન તૂટી હોવાની વાત વહેતી થઈ હતી. જોકે, પાલિકા તંત્ર એ ખુલાસો કર્યો હતો કે કોઈ લાઈન તુટી નથી કે પાણીનો વેડફાટ પણ નથી આ ફ્લશીંગ કામગીરી કરવામા આવી છે.


Google NewsGoogle News