Get The App

સુરતના અડાજણ લેકમાં હજારો મરેલી માછલીઓ મળી આવતા તંત્ર દોડ્યું, બહાર કાઢવાની કામગીરી શરૂ

Updated: Sep 20th, 2023


Google NewsGoogle News
સુરતના અડાજણ લેકમાં હજારો મરેલી માછલીઓ મળી આવતા તંત્ર દોડ્યું, બહાર કાઢવાની કામગીરી શરૂ 1 - image

- અડાજણ કવિ કલાપી લેક ગાર્ડનમાં માછલી ક્યાંથી આવી અને મરી કઈ રીતે ગઈ તે તપાસનો વિષય : પાણીના સેમ્પલ લઈને તપાસ માટે લેબોરેટરીમાં મોકલી અપાશે 

સુરત,તા. 20 સપ્ટેમ્બર 2023,બુધવાર

સુરત પાલિકાના અડાજણ ખાતે આવેલા કવિ કલાપી ગાર્ડનમાં હજારો માછલી મરેલી મળી આવતા પાલિકા તંત્ર દોડતું થયું છે. પાલિકાના રાંદેર ઝોને મરેલી માછલી તળાવમાંથી કાઢી તળાવની સફાઈની કામગીરી શરૂ કરી છે. તો બીજી તરફ આ લેક ગાર્ડનમાં માછલી ક્યાંથી આવી અને મરી કઈ રીતે ગઈ તે તપાસનો વિષય બની ગયો છે.

સુરતના અડાજણ લેકમાં હજારો મરેલી માછલીઓ મળી આવતા તંત્ર દોડ્યું, બહાર કાઢવાની કામગીરી શરૂ 2 - image

સુરત પાલિકાના રાંદેર ઝોનમાં અડાજણ ગામ ખાતે આવેલા કવિ કલાપી લેક ગાર્ડનમાં ગઈકાલે હજારોની સંખ્યામાં માછલીઓ મરી ગઈ છે અને તળાવનું પાણી વાસ મારી રહ્યું છે. તેવા પ્રકારની ફરિયાદ બાદ પાલિકા તંત્ર સફાળું જાગ્યું છે. આજે સવારે પાલિકાના રાંદેર ઝોને તળાવમાં મરેલી માછલીઓ બહાર કાઢીને સફાઈની કામગીરી શરૂ કરી છે. તો બીજી તરફ પાલિકાના હાઇડ્રોલિક વિભાગ દ્વારા તળાવના પાણીના સેમ્પલ લઈને ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલવાની કવાયત શરૂ કરી છે. લેબમાં પાણીના સેમ્પલની ચકાસણી થયા બાદ માછલીઓના મોતના કારણો જાણી શકાશે.સુરતના અડાજણ લેકમાં હજારો મરેલી માછલીઓ મળી આવતા તંત્ર દોડ્યું, બહાર કાઢવાની કામગીરી શરૂ 3 - image

આ તળાવમાં પાલિકાએ માછલી નાખી નથી તો આટલી મોટી માત્રામાં માછલી ક્યાંથી આવી ગઈ અને આટલી સંખ્યામાં માછલીઓના મોત કઈ રીતે થયાં તે તપાસનો વિષય બની ગયો છે.


Google NewsGoogle News