Get The App

સુરત બન્યું "ભુવા નગરી" : ટ્રાફિકથી ધમધમતા ખાંડ બજાર વિસ્તારમાં મોટો ભુવો પડ્યો, લોકોમાં ગભરાટ

Updated: Jul 9th, 2024


Google NewsGoogle News
સુરત બન્યું "ભુવા નગરી" :  ટ્રાફિકથી ધમધમતા ખાંડ બજાર વિસ્તારમાં મોટો ભુવો પડ્યો, લોકોમાં ગભરાટ 1 - image


Potholes in Surat : સવાસોથી વધુ બ્રિજ હોવાના કારણે સુરતની ઓળખ બ્રિજ સિટી તરીકે થાય છે પરંતુ હાલમાં પાલિકાની નબળી પ્રિમોન્સુન કામગીરીને કારણે અનેક ભુવા પડી રહ્યાં છે. તેથી સુરત હવે ભુવા સીટી તરીકે ઓળખાઈ તો નવાઈ નહી તેવી ચર્ચા લોકો કરી રહ્યાં છે. સુરતમાં એક ભુવો રીપેર નહી થાય ત્યાં બીજો ભુવો પડી રહ્યો છે. આજે ટ્રાફિકથી ધમધતા ખાંડ બજાર વિસ્તારમાં ભુવો પડતા ટ્રાફિક સમસ્યા વકરી હતી. 

સુરતમાં ચોમાસા પહેલાં પાલિકાએ પ્રિ-મોન્સુન કામગીરી નબળી કરી હતી તેના કારણે શહેરમાં અનેક જગ્યાએ રસ્તા તુટી જવાના બનાવ બની રહ્યાં છે. તો બીજી તરફ શહેરમાં અનેક જગ્યાએ ભુવા પડી રહ્યાં છે. અઠવા ઝોનના વેસુમાં ભુવા પડ્યા બાદ શહેરમાં અનેક જગ્યાએ ભૂવા પડતાં પાલિકાની કામગીરી સામે પ્રશ્નો થઈ રહ્યાં છે. આજે સુરતના ટ્રાફિકથી ધમધમતા સુર્યપુર ગરનાળા પાસે આવેલા ખાંડ બજાર વિસ્તારમાં ભુવો પડી ગયો છે. આ વિસ્તાર સતત ટ્રાફિકથી ધમધમતો વિસ્તાર છે તેને તે સમયે જ ભુવો પડતાં વાહન ચાલકોમાં ગભરાટ ફેલાયો છે. 

સુરત બન્યું "ભુવા નગરી" :  ટ્રાફિકથી ધમધમતા ખાંડ બજાર વિસ્તારમાં મોટો ભુવો પડ્યો, લોકોમાં ગભરાટ 2 - image

આ ભુવો પડતા પાલિકા તંત્રએ બેરિકેટિંગ કરી દીધું છે પરંતુ આસપાસથી જે વાહનો પસાર થાય છે તે ચાલકોને ભુવો મોટો થાય તેનો ભય સતાવી રહ્યો છે. સતત ટ્રાફિકથી ધમધમતા રોડ પર ભુવો પડતા ટ્રાફિક સમસ્યા વકરી રહી છે અને લોકોમાં પાલિકાની કામગીરી સામે રોષ જોવા મળી રહ્યો છે.


Google NewsGoogle News