Get The App

લ્યો બોલો..! સુરત પાલિકાની કચેરી પણ હવે સુરક્ષિત નથી, વરાછા ઝોનમાં મગોબ વોર્ડ ઓફિસમાં ચોરી

Updated: Feb 1st, 2024


Google NewsGoogle News
લ્યો બોલો..! સુરત પાલિકાની કચેરી પણ હવે સુરક્ષિત નથી, વરાછા ઝોનમાં મગોબ વોર્ડ ઓફિસમાં ચોરી 1 - image


- પાલિકાનો સ્ટાફ સવારે ઓફિસ ખોલવા આવ્યો ત્યારે તાળા ખુલ્લા હતા અને કમ્પ્યુટર, પ્રિન્ટર અને કેમેરાની ચોરી થઈ હોવાનું બહાર આવ્યું

સુરત,તા.2 ફેબ્રુઆરી 2024,ગુરૂવાર

સુરત મહાનગરપાલિકાની વરાછા ઝોનની એક વોર્ડ ઓફિસને તસ્કરોએ નિશાન બનાવી છે. ગત રાત્રીના સમયે પાલિકાની વોર્ડ ઓફિસના તાળા તોડીને તસ્કરો કોમ્પ્યુટર સહિતની સામગ્રી ઉઠાવી ગયા છે.

 સુરત પાલિકાના વરાછા ઝોનમાં મગોબ વોર્ડ ઓફિસમાં ગઈકાલે તસ્કરોએ હાથ સાફ કરી દીધો છે. ગઈકાલે રાત્રિના સમયે તસ્કરોએ પાલિકાની વોર્ડ ઓફિસ ને નિશાન બનાવી હતી. વોર્ડ ઓફિસના તાળા તોડીને કમ્પ્યુટર, પ્રિન્ટર અને કેમેરા સહિતની કેટલીક વસ્તુઓ ચોરીને ભાગી ગયાં છે.

લ્યો બોલો..! સુરત પાલિકાની કચેરી પણ હવે સુરક્ષિત નથી, વરાછા ઝોનમાં મગોબ વોર્ડ ઓફિસમાં ચોરી 2 - image

સુરત પાલિકાના કર્મચારીઓ આજે વહેલી સવારે વોર્ડ ઓફિસ ખોલવા માટે પહોંચ્યા હતા ત્યારે વોર્ડ ઓફિસના તાળા તુટેલા હતા. કર્મચારીઓએ ઉપરી અધિકારીઓને જાણ કરતાં અધિકારીઓ દોડતા થયાં છે અને પોલીસ ફરિયાદ આપી છે. પાલિકાની વોર્ડ ઓફિસમાં જ ચોરી થઈ છે તેના કારણે અનેક અટકળો વહેતી થઈ છે.


Google NewsGoogle News