Get The App

સુરત: ભાઈબીજની ઉજવણીનો ટ્રેન્ડ બદલાયો, ઘરના બદલે ગુજરાતી થાળી વાળી હોટલમાં ઉજવણી

- કોરોનાના બાદ મંદી અનુભવતી હોટલોને રાહત

Updated: Nov 8th, 2021


Google NewsGoogle News
સુરત: ભાઈબીજની ઉજવણીનો ટ્રેન્ડ બદલાયો, ઘરના બદલે ગુજરાતી થાળી વાળી હોટલમાં ઉજવણી 1 - image


સમયનો અભાવ અને તહેવારોના દિવસમાં કામ કરવાની આળસે ભાઈ- બહેનનો હેતનો તહેવાર હોટલ માલિકો માટે ફાયદાકારક

સુરત, તા. 08 નવેમ્બર 2021 સોમવાર 

કોરોના બાદ મંદીનો સામનો કરી રહેલી થાળી પીરસતી હોટલ માટે સુરતીઓની ભાઈ બીજનો તહેવાર ફાયદાકરક સાબિત થયો છે. તહેવારના દિવસોમાં કામ કરવાની આળસ અને સમયના અભાવના કારણે અનેક લોકોએ ભાઈ બીજની ઉજવણી ગુજરાતી કે અન્ય થાળી પીરસતી હોય તેવી હોટલોમાં કરી છે. સુરતમાં ગુજરાતી થાળી પીરસતી હોટલો ભાઈ બીજના તહેવારની ઉજવણીનું સ્પોટ બની ગયું છે. આવા અનેક પરિવારો હોટલમાં ઉજવણી કરવા આવતાં હોટલ માલિકોને રાહત થઈ છે.

સમયની સાથે તહેવારની ઉજવણીમાં પણ ફેરફાર આવી રહ્યો છે. પહેલાના સમયમાં ભાઈ બીજની ઉજવણી માત્ર બહેનના ઘરે જ જમીને થતી હતી. પરંતુ હાલમાં સમયનો અભાવ અને તહેવારના દિવોસમાં કામ કરવાની આળસના કારણે બહેનના ઘરની જગ્યા ગુજરાતી થાળી પીરસતી હોટલે લીધી છે. 

ભાઈ બહેનના વ્હાલના પ્રતિક એવા ભાઈ બીજના તહેવારની ઉજવણી અનેક પરિવારોએ ઘરના બદલે હોટલમાં જઈને કરી છે. હાલમાં હોટલમાં ભાઈ બીજની ઉજવણી કરતાં પરિવારો ગુજરાતી થાળી પીરસતી હોટલ પર પહેલી પસંદ કરી રહ્યાં છે.  

પંજાબી, સાઉથ ઈન્ડિયન અને પીત્ઝા, બર્ગરના ચલણ વચ્ચે ગુજરાતી થાળી વિસરાતી જતી હતી પરંતુ તહેવારના દિવસોમાં ગુજરાતી થાળીનો ટ્રેન્ડ વધી રહ્યો છે. ગુજરાતી વાનગી અને મીઠાઈ પીરસતી હોટલોમાં અનેક પરિવારો ભાઈ બીજની ઉજવણી કરતાં થયા છે. 

આ પહેલાં રક્ષા બંધનમાં લોકોએ હોટલમાં જઈને ઉજવણી કરી હતી તેવી જ રીતે છેલ્લા કેટલાક વર્ષોથી ભાઈ બીજની ઉજવણી માટે પણ હોટલો સુરતીઓ માટે ફેવરિટ બની રહી છે. આ ટ્રેન્ડ વદલાતા ગુજરાતી થાળી તહેવારના દિવસોમાં વીઆઈપી બની રહી છે.


Google NewsGoogle News