સુરત: અમલસાડથી ચીકુના ટ્રાન્સપોર્ટ માટે 15 વર્ષ બાદ ફરી ટ્રેન શરૂ કરાઇ
સુરત, તા. 28 જાન્યુઆરી 2021 ગુરૂવાર
નવસારી જિલ્લો અને એમાં ખાસ કરીને ગણદેવી તાલુકો બાગાયતી વિસ્તાર તરીકે ગણાય છે અને ગણદેવી તાલુકાના અમલસાડ ગામના ચીકુ દેશ અને વિદેશમાં પ્રખ્યાત છે ત્યારે અમલસાડ થી ટ્રક મારફતે ચીકુ મોટા પ્રમાણમાં દિલ્હી હરિયાણા રાજસ્થાન જેવા રાજ્યોમાં મોકલવામાં આવતા હતા. જેને પહોંચવામાં ત્રણથી 4 દિવસનો સમય લાગતો હતો પરંતુ હવે અમલસાડ મંડળી દ્વારા મુંબઈ ખાતે ડી.આર.એમ ને વિશેષ ટ્રેન કરીને દોડાવા માટેની માંગણી કરવામાં આવી હતી. જે મુંબઇ વેસ્ર્ટન રેલવેના
ડીઆરએમને દ્વારા મંજૂર કરવામાં આવતા ગત રાત્રે ચીકુ ભરેલી પહેલી ટ્રેન અમલસાડ રેલવે સ્ટેશન પરથી રવાના થઇ હતી.
ચીકુના ટ્રાન્સપોર્ટ માટે રેલવે તંત્ર આખરે ખેડૂતો સામે ઝૂકી અને જે ટ્રેન બંધ હતી. તે ગત રોજથી પુનઃ ધબકતી થઈ છે. નવસારીના અમલસાડથી દિલ્હીના બજારમાં ચીકુ ઠાલવતી ટ્રેન શરૂ થતાં ચીકુ પકવતા ખેડૂતો સાથે સહકારી મંડળીમાં આનંદની લાગણી જોવા મળી હતી. જે ચીકુ દિલ્હી હરિયાણા રાજસ્થાન જેવા રાજ્યોમાં પહોંચવા માટે ત્રણથી 4 દિવસનો સમય લાગતો હતો હવે એક જ દિવસમાં આ ચીકુ વેપારીઓ સુધી પહોંચી જશે જેથી વેપારીઓ અને ખેડૂતોને ફાયદો થશે.
અમલસાડી ચીકુનું નામ સાંભળતાની સાથે દેશના સ્વાદ રસિયા ઓના "મો"માં પાણી આવી જતા હોય છે અમલસાડી ચીકુની માગ દિલ્હીમાં માર્કેટમાં વધુ રેહતા ડીમાંડ વધી છે પરંતુ 2007 માં રેલવે તંત્ર એ ટ્રેન બંધ કરી હતી જે ટ્રેન નવસારીના સાંસદ ના અથાગ પ્રયત્ન થકી ફરી શરૂ થઈ છે.
આ અંગે ખેડૂત અગ્રણી હેમંતભાઈ નાયક જણાવે છે કે અગાઉ ખેડૂતોએ લોકલ માર્કેટ અથવા વધુ રૂપિયા ખર્ચીને કન્ટેનર મારફતે ચીકુ દિલ્હી પોહચડવા પડતા હતા પણ ચીકુની વયમર્યાદાઓ ઓછી હોવાને કારણે ચીકુ બગડી જવાના ચાન્સ વધુ રેહતા હતા. હવે રેલવે મારફતે ચીકુનું પરિવહન શરૂ થતાં અમલસાડના ચીકુ વહેલા દિલ્હી પહોંચી જતા ખેડૂતોને સારો નફો મળી રેહતા ફાયદો નો સોદો ખેડૂત માટે થયો છે.
રોડ માર્ગ પરિવહન કરતા ટ્રેન માર્ગે 7 કલાક ચીકુ વહેલા પહોંચતા હોવાથી વેચાણ કરવાનો સમય વધુ મળી રહેતા ખેડૂતો માટે ટ્રેન આર્શીવાદરૂપ પુરવાર થઈ રહી છે. જેને લઈને આજથી ટ્રેન માટે ચીકુ દિલ્હીના વિશાળ માર્કેટ જતા ખેડૂતો ખુશખુશાલ થયા છે.
પશ્ચિમ રેલવેના ડી.આર.એમ જી.વી.એલ સત્યકુમાર જણાવે છે કે 15 વર્ષ પછી આ ટ્રેન શરૂ થઈ છે અને અમે હવે ટાઈમ ટેબલ મુજબ આ ટ્રેન ચલાવીશું.
સુરત: અમલસાડથી ચીકુના ટ્રાન્સપોર્ટ માટે 15 વર્ષ બાદ ફરી ટ્રેન શરૂ કરાઇ#Surat #Amalsad #Chiku #Train pic.twitter.com/dmVYptEiAJ
— Gujarat Samachar (@gujratsamachar) January 28, 2021
સુરત: અમલસાડથી ચીકુના ટ્રાન્સપોર્ટ માટે 15 વર્ષ બાદ ફરી ટ્રેન શરૂ કરાઇ#Surat #Amalsad #Chiku #Train pic.twitter.com/xKVCci5bCa
— Gujarat Samachar (@gujratsamachar) January 28, 2021