ઓલપાડમાં સુસવાટાભેર પવનમાં તાલુકા પંચાયત ભવનની છત તુટી
બારડોલી
ઓલપાડમાં મંગળવારે રાત્રે પવનના સુસવાટા સાથે વરસાદ શરૃ થયો હતો. બુધવારે વહેલી સવારે પણ વરસાદનું જોર યથાવત રહેતા ઓલપાડ તાલુકા પંચાયત કચેરીના ભવન આગળની છત તૂટી પડી હતી. રાજ્ય સરકારની લાખો રૃપિયાની ગ્રાન્ટમાંથી થોડા સમય પહેલા બનેલા ભવન પ્રવેશદ્વાર આગળની છત તૂટી પડતા તાલુકા પંચાયત ભવનની કામગીરીમાં ભ્રષ્ટાચારની આશંકા સેવાઈ રહી છે. બુધવારે વહેલી સવારે કચેરી બંધ હોવાથી છટ તૂટતાં કોઈ જાનહાનિ થઈ નથી. દર ચોમાસે ઓલપાડ તાલુકા સેવા સદન ભવન ફરતે અને મુખ્ય માર્ગ ઉપર પાણી ભરાતાં સરકારી કામ અર્થે આવતા લોકો સહિત સ્થાનિક રહીશોનું જન જીવન પ્રભાવિત થાય છે.