સુરતમાં શરુ થયેલો વરસાદ પાલિકાની કામગીરીની પોલ ખોલી રહ્યો છે
સુરત મહાનગરપાલિકાના અઠવા ઝોનની પ્રિમોન્સુન કામગીરીની રિવ્યુ બેઠકમાં વેઠ ઉતારવામાં આવી હોવાની ફરિયાદ નો ઢગલો કોર્પોરેટરો દ્વારા કરવામાં આવ્યો હતો. આ બેઠકમાં અઠવા ઝોન દ્વારા પ્રિમોન્સૂન કામગીરી નબળી કરવામા આવી હોવાથી લોકોને મુશ્કેલી પડશે તેવી ભીતિ વ્યક્ત કરવામાં આવી હતી તે આજે વરસાદ બાદ સાચી પડી છે. ચોમાસા પહેલા જે રોડનું પેક વર્ક કરવામાં આવ્યું હતું તે રોડમાં આજે વરસાદના કારણે રોડ બેસી ગયો છે અને ભુવો પડી જતા રસ્તાની કામગીરીના વેઠ ઉતારવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.
સુરત શહેરમાં વરસાદની સાથે સાથે પાલિકાની પ્રિમોન્સુન કામગીરી સાથે સાથે રોડની કામગીરી માં ઉતારવામાં આવેલી વેઠ અને ભ્રષ્ટાચાર બહાર આવી રહ્યો છે. સુરતમાં શરુ થયેલા વરસાદને પાલિકાની પ્રિમોન્સુન કામગીરી ની પોલ ખોલવાનું પણ શરુ કરી દીધું છે. સુરતના વિકાસમાં ભ્રષ્ટાચારના ગાબડા પડી રહ્યાં છે અને શહેરના વાહન ચાલકોની હાલત કફોડી બની રહી છે. અઠવા ઝોનમાં થોડા દિવસ પહેલાં રોડનું પેચ વર્ક કરવામાં આવ્યું હતું તે રોડ આજે બેસી જતાં તંત્ર દોડતું થયું છે જોકે, પાલિકાની નબળી કામગીરીને પગલે સુરતીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.