સાયકલ મારી સોનાની સાયકલ..ગીત પર ખેલૈયાઓએ સાયકલ પર બેસીને અનોખા ગરબા કર્યા

Updated: Oct 16th, 2023


Google NewsGoogle News
સાયકલ મારી સોનાની સાયકલ..ગીત પર ખેલૈયાઓએ સાયકલ પર બેસીને અનોખા ગરબા કર્યા 1 - image

સુરત,તા.16 ઓક્ટોબર 2023,સોમવાર

માં અંબેની આરાધનાના પર્વ નવરાત્રિનો રંગચંગે પ્રારંભ થઈ ચૂક્યો છે. ત્યારે પ્રથમ નોરતે સુરતમાં નવરાત્રિનો કંઈક અલગ જ રંગ જોવા મળ્યો હતો. સુરતમાં ખેલૈયાઓએ સાયકલ સવારીનો સંદેશ આપતાં સાયકલ પર સવારી કરીને ગરબાનો અવનવા સ્ટેપ્સ રજૂ કર્યા હતાં.

પ્રથમ નોરતે સુરત ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસિએશન દ્વારા સાયકલ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. લાલભાઈ ક્રિકેટ સ્ટેડિયમમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખેલૈયાઓ સાયકલ પર એક જ સરખા ટીશર્ટ પહેરીને ગરબા રમતા જોવા મળ્યાં હતાં. હાથમાં દાંડિયા સાથે ગરબાની મોજ માણી હતી.

સાયકલ મારી સોનાની સાયકલ..ગીત પર ખેલૈયાઓએ સાયકલ પર બેસીને અનોખા ગરબા કર્યા 2 - image

ખેલૈયાઓએ કહ્યું કે, આ અનોખો કોન્સેપ્ટ છે. સાયકલ સવારીથી શરીરને તંદુરસ્ત રાખવાનો મેસેજ આપવા માટે અમે આયોજન કર્યું હતું. પાલિકા સંચાલિત સાયકલને ભાડે લઈ આવ્યા હતાં. જેથી બધા જ પાસે એક સરખી સાયકલ હોય સાથે એક સરખા કપડા પહેરીને એકતાની સાથે શરીરને તંદુરસ્ત રાખવાનો મેસેજ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.


Google NewsGoogle News