સુરતના કતારગામમાં સત્યશોધક સભાના અગ્રણીના સ્વજનની અંતિમ યાત્રા, ઢોલ-નગારા સાથેની સ્મશાન યાત્રા બની કુતૂહલનો વિષય
Surat News : સુરતના કતારગામ વિસ્તારમાં આજે એક વડીલની સ્મશાન યાત્રા નીકળી હતી તે લોકોમાં કુતૂહલનો વિષય બની હતી. દરેક સ્મશાન યાત્રામાં રોકકળ જોવા મળે છે અને દરેક લોકોમાં ઉદાસ જોવા મળે છે. પરંતુ આ સ્મશાન યાત્રામાં ઉત્સવનો માહોલ હતો અને વાજતે ગાજતે ઢોલ નગારા સાથે સ્મશાન યાત્રા નીકળી હતી.
સુરતના સત્યશોધક સભાના અગ્રણી એવા કતારગામના માધુ કાકડીયાના માતાનું આજે 95 વર્ષની ઉંમરે અવસાન થયું હતુ. તેમના અવસાન બાદ સ્મશાન યાત્રા નિકળી હતી. તેમાં ઢોલ નગારા વગાડવા સાથે સોસાયટીના આખા રસ્તા પર સ્વસ્તિકના સાથીયા બનાવવામાં આવ્યા હતા. મૃત્યુની સ્મશાન યાત્રાને આ પરિવારે ઉત્સવ બનાવી દીધો હતો.