સુરતના અડાજણ વિસ્તારમાં સ્કૂલ બનાવવા ઘટતી જગ્યા ખાનગી માલિકીની નીકળી
image : Freepik
- સ્કૂલ માટેની જગ્યા ખાનગી માલિક પાસે સંપાદન કરી તેને એટલી જ કિંમતની જગ્યા એલપી સવાણી પાસે આપવા કવાયત
- રાંદેર ઝોનના હોળી ચકલામાં પાણી સ્કૂલ માટે આયોજન કરયું પરંતુ જગ્યા ખાનગી માલિકીની નીકળતા બ્રેક મારવી પડી
સુરત,તા.14 ફેબ્રુઆરી 2024,બુધવાર
સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની રાંદેર ઝોન માં સ્કૂલ બનાવવા માટે આયોજન કરાયું હતું પરંતુ સ્કૂલ માટેની જગ્યા સાથે ખાનગી માલિકીની પણ જગ્યા નીકળી છે. જેથી સ્કૂલ બનાવવા માટે જગ્યા ઘટે તેમ હોવાથી હાલ આ સ્કૂલ માટે બ્રેક મારવી પડી છે. હોળી ચકલા વિસ્તારમાં સ્કૂલ બનાવવા માટે જરૂરી જગ્યા મેળવવા સ્કૂલ માટેની જગ્યા ખાનગી માલિક પાસે સંપાદન કરી તેને એટલી જ કિંમતની જગ્યા એલપી સવાણી પાસે આપવા સ્થાયી સમિતિ સમક્ષ દરખાસ્ત રજૂ કરવામાં આવી છે.
સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં દિવસેને દિવસે વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. પાલિકાના રાંદેર ઝોનમાં પણ અનેક વિસ્તારમાં સ્કૂલમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધી રહી છે. રાંદેર જોરના હોળી ચકલા વિસ્તારમાં સુરત મહાનગરપાલિકાની સ્કૂલ છે તેમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધતા એ જગ્યાએ નવી સ્કૂલ બનાવવાનું આયોજન કર્યું છે. હોળી ચકલા વિસ્તારમાં વર્ષો જૂની સ્કૂલ તોડીને તેની જગ્યાએ નવી સ્કૂલ બનાવવા માટે આયોજન કરવામાં આવ્યું છે. જોકે હોળી ચકલા માં સ્કૂલ બનાવવા માટે જેટલી જગ્યા જોઈએ છે તેમાં પાલિકા ની માલિકી સાથે બાજુમાં ખાનગી માલિકીની જગ્યા હોવાનું બહાર આવ્યું છે. આ જગ્યા પાલિકા સાથે ખાનગી માલિકની પણ નામ બોલે છે તેથી પૂરતું આ જગ્યાએ સ્કૂલ બનાવવાના આયોજન પર બ્રેક લાગી ગઈ છે. નવી સ્કુલના આયોજનમાં બ્રેક મારવી પડી હતી જો કે હવે મનપાએ જમીન માલીક સાથે વાટાઘાટો કરી તેમના હીસ્સાની જમીનની કીંમત જેટલી કીંમતની જમીન એલ.પી.સવાણી રોડ પર આપવા તૈયારી કરી છે જેના કારણે સ્થાયી સમિતિ સમક્ષ દરખાસ્ત રજૂ કરવામાં આવી છે.
આ અંગેની વધુ વિગત એવી છે કે ટીપી સ્કીમ નંબર 31(અડાજણ)માં સમાવિષ્ટ અડાજણગામ સ્થિત રેસીડેન્સ સર્વે નંબર 3946 ચોરસ મીટર તેમજ આજ સર્વેનંબરના પાર્ટ-ટુની 506 ચોરસ મીટર જગ્યા અને અંતિખંડ પરની 4208 ચોરસમીટર જગ્યા પર વરસોજુની હોળીચકલા સ્કુલ છે. આ આસપાસના વિસ્તારના લોકોના બાળકોના શિક્ષણને દ્યાને રાખી અહી નવી સ્કુલનું આયોજન છે, જો કે જે ખાનગી જમીન માલીક છે તેણે હીસ્સો માંગ્યો હતો.
કમિશનરદ્વારા સુઓમોટો દાખલ કરી જમીનની સંપુર્ણ માલીકી ભોગવટો કરતા સુરત મનપાને આપવા માંગણી કરી હતી. જો કે ખાનગી જમીન માલીકને રેકોર્ડ જોયા બાદ કલેકટરાયલ દ્વારા આવુ ના થઇ શકે તવો અભિપ્રાય આપ્યો હતો તેથી હવે ખાનગી જમીન માલિકને તેના હીસ્સાની 3730 ચોરસ મીટર જગ્યા જેટલા જ કીંમતની જગ્યા એલ.પી.સવાણી રોડ પરના મનપાના અનામત પ્લોટમાં ફાળવવા દરખાસ્ત રજૂ કરવામાં આવી છે તેના પર સ્થાયી સમિતિ નિર્ણય કરશે.