શ્રમિક સંગઠન ભારતીય મજદૂર સંઘનો ભાજપ વિરુદ્ધ મતદાન કરવા અને કરાવવાનો નિણર્ય
સુરત,તા.3 સપ્ટેમ્બર 2022,શનિવાર
ભારતીય મજદૂર સંઘ (બીએમએસ) ગુજરાત પ્રદેશના પદાધિકારીઓ અને અન્ય ફેડરેશનના મુખ્ય પ્રતિનિધિઓની તાકીદની બેઠકમાં ભાજપા સરકાર વિરુદ્ધ મતદાન કરવા અને કરાવવાનો નિર્ણય લેવાયો હતો. બીએમએસની બેઠક ગતરોજ અમદાવાદ મળી હતી.
ભારતીય મજદૂર સંઘે સરકારને એક આવેદનપત્ર આપી વિવિધ ન્યાયી અને યોગ્ય માગણીઓના નિકાલ માટે રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ સરકાર તરફથી દુર્લક્ષતા દાખવવામાં આવતા, આ નિર્ણય લેવાયો હતો, એમ બીએમએસના પ્રદેશ અધ્યક્ષ અનિલ નિશાદે જણાવ્યું હતું.
અગાઉ માર્ચમાં ગાંઘીનગર સત્યાગ્રહ છાવણીની મહારેલી બાદ ગુજરાત સરકાર સમક્ષ મૂકવામાં આવેલી યોગ્ય અને ન્યાયી માગણીઓ અંગે સરકાર દ્વારા નોંધ લેવામાં આવી નહીં હોવાથી, ભારતીય મજદૂર સંઘના તમામ કાર્યકરોમાં ભારે રોષ અને નારાજગી વ્યાપી છે.