એક પણ રૂપિયાનો નવો વેરો નાખ્યા વિનાનું અને સૌથી સારું બજેટ : સુરત પાલિકાના શાસકો

Updated: Feb 20th, 2024


Google NewsGoogle News
એક પણ રૂપિયાનો નવો વેરો નાખ્યા વિનાનું અને સૌથી સારું બજેટ : સુરત પાલિકાના શાસકો 1 - image


- પાલિકાના બજેટ પર સતત બીજા દિવસે સામાન્ય સભામાં ચર્ચા 

- વિપક્ષ 2021 માં હવા ભરાઈને આવ્યા હતા તે હવે હાલ અડધી થઈ છે અને 2025માં તો હવા નિકળી જશે

સુરત,તા.20 ફેબ્રુઆરી 2024,મંગળવાર

બજેટ પર પહેલા દિવસે શાસક અને વિપક્ષના 61 કોર્પોરેટરોએ ચર્ચા કર્યા બાદ આજે બીજા દિવસે બજેટની ચર્ચા સવારે શરુ થઈ હતી. આજે ચર્ચા દરમિયાન શાસક પક્ષના સભ્યોએ વિપક્ષ પર કટાક્ષ કરતાં કેટલીક વખત હોબાળો થયો હતો. વિપક્ષ અને શાસક પક્ષના કોર્પોરેટરો વચ્ચે અનેક વખત ચકમક ઝરી હતી. ગઈકાલે  વિપક્ષે વેફરના પેકેટ માં હવા જેવું બજેટ છે તેવી વાત કરી હતી. તો શાસકોએ 2021માં જે હવાથી વિપક્ષ આવ્યો છે તે હવા અડધી નીકળી ગઈ છે અને  2025 મા બધી હવા નિકળી જશે તેવો કટાક્ષ કરતાં ભારે હોબાળો થયો હતો.

દિનેશ રાજપુરોહિતે બજેટની ચર્ચામાં ભાગ લેતા કહ્યું હતું કે નંબર વન સુરત નંબર વન તરીકે ટકી રહે તે માટે બજેટમાં ખાસ જોગવાઈ કરવામાં આવી છે. સુરત પાલિકાનું બજેટ ગત વર્ષના બજેટ કરતા એક હજાર કરોડ વધારે છે તેમાં પણ એક પણ રૂપિયાનો નવો વેરો નાખ્યા વિના બજેટ રજૂ કરવામાં આવ્યું છે. પહેલા પીપીપી મોડલ ની વાત કરવામા આવી હતી તેમાં પીપીપી મોડલ માં વિયર કમ કોઝવે બન્યો હતો, ડુમસ આઈકોનિક રોડ પીપીપી ધોરણે બન્યો હતો આમ સુરત પાલિકા પીપીપી મોડલ માં કોઈ છેતરપિંડી કરતું નથી તેનું આ ઉદાહરણ છે.

સુરત પાલિકા ગુણવત્તા સભર શિક્ષણ આપી રહી છે તેથી આવતા વર્ષે સમિતિની શાળામાં બે લાખ જેટલા વિદ્યાર્થીઓની સંખ્યા થશે તે નક્કી છે. સુરત પાલિકા ગુણવત્તાસભર શિક્ષણ આપે છે તેનું ઉદાહરણ છે કે પાલિકા સંચાલિત સુમન સ્કુલનું પરિણામ ખાનગી સ્કૂલ કરતાં વધુ સારું આવ્યું છે અને સુરતમાં ટોપ ટેનમાં વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. 

ભાજપના વ્રજેશ ઉનડકટે બજેટની ચર્ચા દરમિયાન કહ્યું હતું, સુરત પાલિકાએ વિકાસને શબ્દ પૂરતો નથી પરંતુ રાજ્ય સાથે દેશ વિદેશ ને તેની અનુભૂતિ કરાવી છે. 1995માં ગંદા સુરત તરીકે ઓળખાતું હતું તે દેશનું સૌથી સ્વચ્છ શહેર બન્યું છે. સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સાત ભાષામાં સ્કુલ ચલાવે છે અને પાલિકા વિદ્યાર્થીને સ્કુલ કીટ નોટબુક સહિત આપવામાં આવી છે તે ઘણી સારી વાત છે. આ બજેટને હવા ભરેલું બજેટ ગણે છે પરંતુ 2021 માં હવા ભરાઈને આવ્યા હતા તે હવે હાલ અડધી થઈ છે અને 2025માં તો હવા નિકળી જશે તેના કારણે આ વખતે  બજેટમાં દિલ્હીના નામનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો નથી. આ બજેટમાં બુલેટ ટ્રેન, મેટ્રો નવું વહિવટી ભવન, દિલ્હી મુંબઈ હાઈવે પણ બની રહ્યો છે. 

એક પણ રૂપિયાનો નવો વેરો નાખ્યા વિનાનું અને સૌથી સારું બજેટ : સુરત પાલિકાના શાસકો 2 - image

આપમાંથી ભાજપમાં આવેલા સ્વાતિ કયાડાએ  બજેટની ચર્ચા દરમિયાન કહ્યું હતું કે,અયોધ્યામાં રામ મંદિર ની જેમ જ સુરત પાલિકામાં ઐતિહાસિક ઘણી સ્થાનો છે જેવો કે ત્રણ પાન નો વડ,  ડચ સીમેટ્રીરી, ટાવર, પાંચ પાંડવ ઓવારા જેવા સ્થાનોને રિનોવેટ કરી તેને પર્યટન સ્થળ તરીકે ડેવલપ કરવા જોઈએ. આ ઉપરાંત સુરતમાં જે કુદરતી આફત આવે છે તેનો પાઠ વિદ્યાર્થીઓને તાલીમ આપી  તેઓને નીડર બનાવવા આયોજન કરવા આપત્તિ વ્યવસ્થાપન કરવું જોઈએ. 

સ્લમ ઇમ્પ્રુવમેન્ટ કમિટીના અધ્યક્ષ  વિજય ચૌમલે બજેટની ચર્ચા દરમિયાન કહ્યું હતું, 1995થી સુરતમાં ભાજપનું શાસન છે ત્યાર બાદ જે ચૂંટણી થઈ તેમાં દર વર્ષે ભાજપના કોર્પોરેટરો ની ઉમેરો થઈ રહ્યો છે.દેશમાં વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી 2014માં આવ્યા ત્યારથી  રામ રાજ્યની સ્થાપના થઈ છે સુરતમાં 29661 આવાસ માટેનું પ્લાનિંગ થયું હતું તેમાંથી 26262 આવાસનું લોકાર્પણ કરી લોકોને આપી દેવામા આવ્યા છે. 

ટ્રાફિકની ભાવિ સમસ્યા દૂર કરવા બ્રિજ- ફ્લાય ઓવર બ્રિજનું  નિર્માણ ઃ ધર્મેશ ભાલાળા 

ધર્મેશ ભાલાળાએ કહ્યું હતું , સૌથી મોટું બજેટ રજૂ કરવામાં આવ્યું છે તેમ છતાં પ્રજા પર વેરામાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. આગામી સમયમાં સુરતમાં સૌથી મોટો પડકાર ટ્રાફિક સમસ્યા આવે તેમ છે તેને હળવી કરવા માટે નવા બ્રિજ અને ફ્લાય ઓવર બ્રિજ માટે આયોજન કરવામાં આવ્યું છે. સાથે સાથે સ્વિમિંગ પુલ, ગાર્ડન અને કોમ્યુનિટી હોલ જેવી સુવિધા લોકોની ડિમાન્ડ પુરી કરવામાં આવી રહી છે. પાલિકા આરોગ્ય સેવા આપે છે તેની માહિતી લોકો સુધી જતી નથી તે માહિતી લોકો સુધી પહોંચાડવામાં આવે તો લોકોને વધુ લાભ મળી શકે તેમ છે 

ભાજપના કૈલાસ સોલંકીએ કહ્યું હતું, આ બજેટમાં વોર્ડના લોકોની જરુરિયાતનો ખાસ ખ્યાલ રાખવામાં આવ્યો છે. આરોગ્ય કેન્દ્રની માગણી કરી હતી પરંતુ અમને 50 બેડની હોસ્પિટલ આપવામાં આવી છે તેથી જે માગ્યું એના કરતા શાસકો વધુ આપી રહ્યાં છે ગરીબ અને વંચિતો માટે આરોગ્યની ચિંતા કરી ઘર આંગણે  ક્લીનીક આપવામા આવ્યા છે. લોકોની નાની નાની સમસ્યાઓ અને દુઃખનો વડાપ્રધાન મોદી અને ભાજપે ખ્યાલ રાખ્યો છે. આંગણવાડીમાં કંઈ મળતું નથી તેવા આક્ષેપ તદ્દન ખોટા છે આંગણવાડીમાં બાળકો અને મહિલાઓને જરૂરી તમામ સામગ્રી આપવામાં આવે છે  

અમિતસિંહ રાજપૂતે કહ્યું હતું કે બે વર્ષમાં 41 શાળા નો વધારો કરવામાં આવ્યો છે તે ગરીબ વિદ્યાથીઓની ભાજપ કાળજી રાખી રહી છે જેના કારણે અનેક વિદ્યાર્થીઓ ખાનગી સ્કુલમાંથી પાલિકાની સ્કૂલમાં પ્રવેશ લઈ રહ્યા છે. સુરત પાલિકાના બજેટમાં 90 આંગણવાડી સ્માર્ટ બનાવવા ની જોગવાઈ કરવામા આવી છે એક ગરીબ વિદ્યાર્થીની વાત સાંભળીને પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે બાળકોને બે ગણવેશ અને સ્પોર્ટસ ગણવેશ આપવા સાથે સ્પોર્ટસ બુટ પણ આપવાની લાગણી બતાવી હતી તેનો બજેટમાં સમાવેશ કરાયો છે.  

બજેટ પર ચર્ચા કરતા ભાજપના ઘનશ્યામ સવાણીએ કહ્યું હતું. ભાજપ શાસકો ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની જરૂરિયાતનો ખ્યાલ રાખીને બજેટ બનાવી કામ કરે છે તેથી 1995 થી અત્યાર સુધી સુરતમાં ભાજપની જીત થઈ રહી છે. વેફરના પેકેટ માં હવા જેવું બજેટ એ વિપક્ષની વિચારધારા છે પરંતુ આ બજેટ  લોકોની આશા પુરી કરનારું બજેટ છે. 

જીતુ સોલંકીએ બજેટની ચર્ચા દરમિયાન કહ્યું હતું, આ બજેટમાં વિપક્ષ માટે માત્ર નેગેટિવ છે પરંતુ તેઓ જાણે છે કે સુરતનો વિકાસ સારી રીતે થઈ રહ્યા છે. યુઝર ચાર્જ અને વેરામાં કોઈ વધારો નથી કર્યો અને રાહત આપી છે તેથી પ્રજા વતી આભાર માની રહ્યો છું  

બજેટ પર ચર્ચા દરમિયાન નરેશ ધામેલિયાએ કહ્યું હતું, આજના મોંઘવારીના જમાનામાં સાંજ- રાતના સમયે ખાનગી ક્લિનિક જેમ દસ વાગ્યા સુધી પાલિકાના ક્લીનીક ખુલ્લા રહે છે અને તેનો લાભ ગરીબ અને મધ્યમ વર્ગના લોકો લઈ રહ્યા છે. વિપક્ષનું નામ ઘઉમાં કાકરા શોધવાનું છે અમારા વિસ્તારમાં અનેક સુવિધાઓ છે પરંતુ કેટલાક લોકો હવનમાં હાકડા નાખવાનું કામ કરે છે. અમારા વિસ્તારમાં ફરિયાદ નથી પરંતુ વિપક્ષ ફરિયાદ ઉભી કરી રહી છે. તેઓએ કહ્યું હતું કે વિપક્ષ મજબૂત હોવો જોઈએ પરંતુ વિપક્ષ ખોટી ફરિયાદ કરે છે તેથી વિપક્ષ લુપ્ત થઈ રહ્યો છે.


Google NewsGoogle News