Get The App

વરસાદનું રેડએલર્ટ ભૂલીને સુરતીઓ કૃષ્ણમય બન્યા: મંદિરો સાથે અનેક ઘરોમાં જન્માષ્ટમીની આનંદ ઉત્સાહભેર ઉજવણી

Updated: Aug 27th, 2024


Google NewsGoogle News
વરસાદનું રેડએલર્ટ ભૂલીને સુરતીઓ કૃષ્ણમય બન્યા: મંદિરો સાથે અનેક ઘરોમાં જન્માષ્ટમીની આનંદ ઉત્સાહભેર ઉજવણી 1 - image


Janmashtmi Celebration Surat : ભારે વરસાદ અને કેટલીક જ્ગયાએ પાણી ભરાયા તેની વચ્ચે જન્માષ્ટમીની ઉજવણી માં સુરત બન્યું કૃષ્ણમય : મંદિરો અને ઘરમાં સજાવટ સાથે સુરતીઓ ભક્તિમય બન્યા : મંદિરો સાથે અનેક રહેણાંક સોસાયટીઓમાં પણ કૃષ્ણજન્મોત્સવનું આયોજન 

Janmashtmi Celebration Surat : સુરતમાં છેલ્લા બે દિવસથી રેડ એલર્ટ ની આગાહી સાથે વરસાદ પડી રહ્યો છે અને તાપી નદીમાં સતત પાણી છોડવામાં આવી રહ્યં છે. આવા વાતાવરણ વચ્ચે આવેલી જન્માષ્ટમીના કારણે લોકો રેડ એલર્ટ ભુલીને કૃષ્ણમય બની ગયા હતા. સુરતમાં  મંદિરો સાથે અનેક ઘરોમાં જન્માષ્ટમીની આનંદ ઉત્સાહભેર ઉજવણી, કરવામાં આવી હતી. ભારે વરસાદ અને કેટલીક જ્ગયાએ પાણી ભરાયા તેની વચ્ચે જન્માષ્ટમીની ઉજવણી માં સુરત બન્યું કૃષ્ણમય બન્યા હતા અને  મંદિરો અને ઘરમાં સજાવટ સાથે સુરતીઓ ભક્તિમય બન્યા હતા. 

વરસાદનું રેડએલર્ટ ભૂલીને સુરતીઓ કૃષ્ણમય બન્યા: મંદિરો સાથે અનેક ઘરોમાં જન્માષ્ટમીની આનંદ ઉત્સાહભેર ઉજવણી 2 - image

સુરતમાં છેલ્લા બે દિવસથી વરસાદ વરસી રહ્યો છે અને તાપી નદી બંને કાંઠે વહી રહી છે તેમ છતાં પણ સુરતીઓની જન્માષ્ટમીની ઉજવણીના ઉત્સાહમાં કોઈ ફેર પડ્યો ન હતો. જન્માષ્ટમીના દિવસે વહેલી સવારથી જ  વરસાદનું જોર રહ્યું હતું જ્યારે બીજી તરફ  કૃષ્ણ મંદિર સાથે અન્ય મંદિરોમાં કૃષ્ણ જન્મોત્સવ માટે તડામાર તૈયારી શરુ થઈ ગઈ હતી. શહેરના જહાંગીરપુરા વિસ્તારમાં આવેલા ઈસ્કોન મંદિર ઉપરાંત સુરતના પૌરાણિક કૃષ્ણ મંદિર સહિત અને મંદિરોમાં સવારથી જ ભગવાનના દર્શન માટે ભક્તોની ભારે ભીડ જામી હતી. સુરત જાણે કૃષ્ણમય બની ગયું હોય તેવી રીતે સુરતીઓ જન્માષ્ટમીની ઉજવણી માં લીન બની ગયા હતા.

શહેરમાં ભારે વરસાદ સાથે કેટલીક જગ્યાએ ગટરના પાણી ભેક મારતા પુરના ભયને પણ લોકો ભુલી ને કૃષ્ણમય બની ગયા હતા. શહેરના મંદિરોમાં કૃષ્ણ દર્શન માટે લાંબી લાઈનો જોવા મળી હતી. આ ઉપરાંત કેટલાક મંદિરોમાં ભક્તો માટે પ્રસાદી માટે પણ આયોજન કરવામાં આવ્યું હતું. ભારે વરસાદ છતાં પણ સુરતીઓની કૃષ્ણ ભક્તિ માં કોઈ ઓટ આવી ન હતી અને વરસતા વરસાદમાં પણ કૃષ્ણ જન્મોત્સવ અને દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. 

સુરત શહેરના વિવિધ મંદિરો સાથે સાથે રહેણાંક સોસાયટી ના કેમ્ઘપસ અને ઘરોમાં પણ શ્રી કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી થતી હોય સુરતીઓ ભક્તિભાવમાં  રત થયા  હતા. મંદિર, સોસાયટી અને ઘરોમાં સવારથી મોડી રાત્રી સુધી ભજન- કીર્તનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રાત્રીના બરાબર 12 વાગ્યાના ટકોરે મંદિર ઉપરાંત ઘર અને સોસાયટીઓમાં શંખનાદ સાથે નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી, હાથી ઘોડા પાલખી, જય કનૈયા લાલકીના નારા ગુંજી ઉઠ્યા હતા. કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવા સાથે શુઠ પંજરી અને વિવિધ મીઠાઈ ના પ્રસાદ પણ ભક્તોને આપવામાં આવ્યા હતા

વરસાદનું રેડએલર્ટ ભૂલીને સુરતીઓ કૃષ્ણમય બન્યા: મંદિરો સાથે અનેક ઘરોમાં જન્માષ્ટમીની આનંદ ઉત્સાહભેર ઉજવણી 3 - image


Google NewsGoogle News