mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

સુરત પાલિકાની શાળામાં કુમકુમ પગલા કરી પહેલા ધોરણમાં પ્રવેશ આપવાની પ્રથા

Updated: Jun 26th, 2024

સુરત પાલિકાની શાળામાં કુમકુમ પગલા કરી પહેલા ધોરણમાં પ્રવેશ આપવાની પ્રથા 1 - image


Surat Shala Praveshotsav : સુરત સહિત સમગ્ર ગુજરાતમાં એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે સુનિશ્ચિત કરવા આજથી પ્રવેશોત્સવ શરૂ થયો છે. આજે પહેલા દિવસે ધોરણ-1માં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે યાદગાર રહે તે માટે સતત ત્રીજા વર્ષે કુમકુમ પગલાં પાડીને તેમને આપવાની પ્રથા ચાલુ રહી હતી. પોતાના બાળકોના પગલાં લઈ જતા વાલીઓ અને બાળકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. સુરતમાં વિવિધ સ્કૂલમાં રાજ્ય સરકારના મંત્રી, ધારાસભ્યો સહિતના નેતાઓએ બાળકોને આંગળી પકડીને શાળામાં પ્રવેશ આપવા સાથે શૈક્ષણિક કીટ પણ આપી હતી. 

સુરત પાલિકાની શાળામાં કુમકુમ પગલા કરી પહેલા ધોરણમાં પ્રવેશ આપવાની પ્રથા 2 - image

સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં શાળાનું સત્ર શરું થયું અને તેની સાથે જ યુનિર્ફોમ, બુટ-મોજા સહિત અનેક વસ્તુઓ આપવામાં આવી રહી છે. છેલ્લા બે વર્ષથી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ ધોરણ-1માં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓના કુમકુમ પગલાં પાડી લેમીનેશન કરી આપવાની પ્રથા ત્રીજા વર્ષે પણ યથાવત રાખવામાં આવી છે.

શિક્ષણ સમિતિના આ નવતર પ્રયોગથી વિદ્યાર્થીઓને આવકારવામાં આવી રહ્યાં છે તેના કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓનો ઉત્સાહ પણ વધતો જોવા મળી રહ્યો છે. આજે પહેલાં દિવસે, શિક્ષણ સમિતિના પહેલા ધોરણમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓને સ્કૂલમાં પહેલો પગ મુકે તે પગલાંની કંકુથી છાપ કાગળ પર લેવામાં આવશે અને કાગળ પર કંકુના પગલાં લેમીનેશન કરીને વિદ્યાર્થીઓને યાદગીરી રૂપે આપવામાં આવી રહ્યાં છે. 

સુરત પાલિકાની શાળામાં કુમકુમ પગલા કરી પહેલા ધોરણમાં પ્રવેશ આપવાની પ્રથા 3 - image

બાળકોને સ્કુલના ગેટથી ક્લાસ રૂમ સુધી આંગળી પકડીને લઇ જવાયા

આ ઉપરાંત કેટલીક સ્કુલમાં પ્રવેશોત્સવમાં વિદ્યાર્થીઓને આવકારવામાં આવી રહ્યાં છે તેમાં અધિકારીઓ અને ચુંટાયેલા પ્રતિનિધિઓ સાથેના મહાનુભવો પણ જોડાઈ રહ્યા છે. પાલિકાની શાળામાં પ્રવેશોત્સવમાં આવેલા મહાનુભવોએ બાળકોને સ્કુલના ગેટથી ક્લાસ રૂમ સુધી આંગળી પકડીને લાવ્યા હતા અને તેઓને પ્રવેશ અપાવ્યો હતો. આ ઉપરાંત શાળામાં આવતા વિદ્યાર્થીઓના પગ કુમકુમમાં મૂકીને કાગળ પર પગલાં લઈ તેને વિદ્યાર્થીઓને યાદગીરી રૂપે આપવામાં આવ્યા હતા.સુરત પાલિકાની શાળામાં કુમકુમ પગલા કરી પહેલા ધોરણમાં પ્રવેશ આપવાની પ્રથા 4 - image

Gujarat