સુરત : ભર ચોમાસે પુણા વિસ્તારમાં પાણીનો કકળાટ : સોસાયટીમાં પાણી ન મળતા મહિલાઓ રસ્તા પર આવી
- પુણાના શાંતિનગર અને નારાયણ નગરમાં છેલ્લા બે મહિનાથી પાણી ન આવતું હોવાની ફરિયાદ, સ્થાનિક નગર સેવકો અને પાલિકા તંત્ર સામે લોકોનો રોષ
સુરત,તા.20 જુલાઈ 2022,બુધવાર
સુરત મહાનગરપાલિકાના વરાછા ઝોનમાં આવેલા પુરાની કેટલીક સોસાયટીમાં ભર ચોમાસે પાણીનો કકળાટ જોવા મળી રહ્યો છે. છેલ્લા બે મહિનાથી પુણાની કેટલીક સોસાયટીઓમાં પાણી ન આવતા મહિલાઓ આજે રસ્તા પર ઉતરી આવી હતી. પાણીના ફરિયાદના મુદ્દે કોઈ હાલ ન આવતા મહિલાઓએ સ્થાનિક કોર્પોરેટર અને પાલિકા તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો.
આ નગરપાલિકાના વરાછા ઝોનમાં આવેલા પુણા ગામ નારાયણ નગર - શાંતિનગર સહિતના વિસ્તારોમાં પાણીની સમસ્યા
છાશવારે ફરિયાદ કરવા છતાં સમસ્યાનો કોઈ હલ અવ્યો નથી. આ સોસાયટીઓની મહિલાઓ છેલ્લા બે મહિનાથી સ્થાનિક કોર્પોરેટરો અને પાલિકા તંત્રમાં રજૂઆત કરી રહી છે. આકાશમાંથી સતત પાણી વરસી રહ્યું છે તેમ છતાં પુણાની આ સોસાયટીઓ પાણીથી વંચિત રહેતા મહિલાઓનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યા છે.
મહિલાઓ આક્રોશ પૂર્ણ રીતે જણાવે છે કે જ્યારે મત માગવાના હોય ત્યારે રાજકારણીઓ અનેક વચનો આપે છે. પરંતુ જ્યારે અમારી સમસ્યા હોય ત્યારે કોઈ કામ કરતા નથી. છેલ્લા બે દિવસથી પાણી ન આવતા આ વિસ્તારની મહિલાઓની મુશ્કેલીમાં વધારો થયો છે. તંત્ર અને સ્થાનિક નગર સેવકો દ્વારા આ સમસ્યાનો હાલ ન કરાતા આજે મહિલાઓ વાસણ લઈને રસ્તા પર ઉતરીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.