Get The App

સુરત : સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ નિમિતે રાષ્ટ્રીય એકતા દિવસને મજબૂત કરવા માટે 'રાષ્ટ્રીય એકતા રન'નું આયોજન થયું

Updated: Oct 31st, 2023


Google NewsGoogle News
સુરત : સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ નિમિતે રાષ્ટ્રીય એકતા દિવસને મજબૂત કરવા માટે 'રાષ્ટ્રીય એકતા રન'નું આયોજન થયું 1 - image


- સુરતના પોલીસ પરેડ ગ્રાઉન્ડ થી પાર્લે પોઇન્ટ બ્રિજની નીચે સરગમ શોપિંગ અને પરત ગ્રાઉન્ડ સુધી ત્રણ કિલોમીટર રાષ્ટ્રિય એકતા રન યોજાઈ : એકતા દોડમાં પોલીસ કમિશનર સહિતના પદાધિકારીઓ-અધિકારીઓ જોડાયા

સુરત,તા.31 ઓક્ટોબર 2023,મંગળવાર   

ભારત દેશની એકતા અને અખંડિતતાના પ્રેરક એવા લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિએ 31મી ઓકટોબરે એક ભારત શ્રેષ્ઠ ભારતની પરિકલ્પનાને સાકારિત કરવા માટે રાષ્ટ્રીય એકતા દિવસના અવસરે સુરત સુરત સિટી પોલીસ અને મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય એકતા રન  યોજાઈ હતી.  

સુરત : સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ નિમિતે રાષ્ટ્રીય એકતા દિવસને મજબૂત કરવા માટે 'રાષ્ટ્રીય એકતા રન'નું આયોજન થયું 2 - image

સુરતના પોલીસ પરેડ ગ્રાઉન્ડ થી પાર્લે પોઇન્ટ બ્રિજની નીચે સરગમ શોપિંગ અને પરત ગ્રાઉન્ડ સુધી ત્રણ કિલોમીટર સુધીની એકતા દોડમાં પ્રજા સાથે અનેક અધિકારીઓ- પદાધિકારીઓ પણ જોડાયા હતા. 

સુરત શહેરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતેથી વહેલી સવારે યોજાયેલ રાષ્ટ્રીય એકતા રનમાં પોલીસ જવાનો, નહેરુ યુવા કેન્દ્રના યુવાઓ, શાળાના વિદ્યાર્થીઓ, શહેરીજનો સહિત 3 હજારથી વધુ લોકો દેશની એકતાની ભાવના સાથે દોડમાં જોડાયા હતા. આ દોડ પોલીસ પરેડ ગ્રાઉન્ડ થી પાર્લે પોઇન્ટ બ્રિજની નીચે સરગમ શોપિંગ સેન્ટર સુધી અને ત્યાંથી પરત ફરી પોલીસ પરેડ ગ્રાઉન્ડ કેમ્પસ સુધી 3 કિ.મી. યોજાઈ હતી. પોલીસ કર્મીઓ બેનરો સાથે સાયબર સેફ સુરત, નો-ડ્રગ્સ ઇન સુરત જેવા સ્લોગન સાથે રેલીમાં જોડાયા હતા. રેલીમાં પોલીસ કમિશનર સહિતના પદાધિકારીઓ-અધિકારીઓ જોડાયા હતા.  

સુરત : સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ નિમિતે રાષ્ટ્રીય એકતા દિવસને મજબૂત કરવા માટે 'રાષ્ટ્રીય એકતા રન'નું આયોજન થયું 3 - image

આ રેલીને સુરત જિલ્લા વિકાસ અધિકારીએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.  

કાર્યક્રમમાં ઉપસ્થિત સૌએ દેશની એકતા, અખંડિતતા અને સુરક્ષા માટે સંકલ્પબદ્ધ બનવા માટે રાષ્ટ્રીય એકતા શપથ લીધા હતા. આ અવસરે અધિક પોલીસ કમિશનર જિલ્લા વિકાસ અધિકારી સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ-પદાધિકારીઓ તથા જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ, પોલીસ અધિકારીઓ, શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.સુરત : સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ નિમિતે રાષ્ટ્રીય એકતા દિવસને મજબૂત કરવા માટે 'રાષ્ટ્રીય એકતા રન'નું આયોજન થયું 4 - image


Google NewsGoogle News