Get The App

સુરત પાલિકા ડીજીટલ ગર્વનન્સનો ઉપયોગ કરશે, હવે હયાતી પ્રમાણપત્ર માટે કચેરી નહી આવવું પડશે

Updated: Jan 31st, 2024


Google NewsGoogle News
સુરત પાલિકા ડીજીટલ ગર્વનન્સનો ઉપયોગ કરશે, હવે હયાતી પ્રમાણપત્ર માટે કચેરી નહી આવવું પડશે 1 - image


- પાલિકાના ટેકનોલોજીના ઉપયોગથી પેન્શનરોને મોટી રાહત

- પાલિકાના 10 હજારથી વધુ પેન્સનર છે અને તેમને 75 કરોડનું પેન્શન આપવામાં આવે છે : ડિજીટલ ટેકનોલોજી માટે જીવન પ્રમાણ સિસ્ટમનો અમલ થશે

સુરત,તા.31 જાન્યુઆરી 2024,બુધવાર

ટેકનોલોજી થી હરણફાળ ભરતી સુરત મહાનગરપાલિકા હવે જીવન પ્રમાણ સિસ્ટમ અમલ કરવા જઈ રહી છે. આ ટેકનોલોજી નો અમલ કરવાથી સુરત પાલિકાના દસ હજારથી વધુ પેન્સનરો છે તેઓને હયાતીની ખરાઈ કરવા માટે પાલિકાની કચેરી સુધી ધક્કા ખાવાની જરૂર પડશે નહીં. 

સુરત મહાનગરપાલિકાના હદ વિસ્તરણ બાદ પાલિકાના કર્મચારીઓનું પણ સતત વધારો થઈ રહ્યો છે અને વય મર્યાદાના કારણે અનેક કર્મચારીઓ નિવૃત્ત થઈ રહ્યા છે. સુરત પાલિકામાં અત્યાર સુધીમાં 10 હજાર જેટલા કર્મચારીઓ નિવૃત્ત થયા છે અને તેમને પાલિકા 75 કરોડથી વધુનું પેન્શનની ચુકવણી કરી રહી છે. જોકે, પેન્શન માટે પાલિકા સમક્ષ વર્ષમાં એક વાર પેન્શનરે  પોતાની હયાતી નું પ્રૂફ આપવા માટે પાલિકા કચેરીએ જવું પડી રહ્યું છે. જોકે, આ બજેટમાં પાલિકા એવી સુવિધા માટે જોગવાઈ કરી છે કે પેન્સનરો ઓન લાઈન પોતાની હયાતી જાહેર કરી શકશે અને તેના માટે તેઓએ પાલિકા કચેરી સુધી આવવું પણ નહી પડે. 

સુરત પાલિકા ડિજિટલ ક્ષેત્રે જે પ્રગતિ કરી રહી છે આ ડિજિટલ ગર્વનન્સ ના ભાગરૂપે પેન્શનરની હયાતી માટે ભારત સરકારની જીવન પ્રાણ સિસ્ટમનો અમલી કરણ કરવા જઈ રહી છે. જેના કારણે પાલિકાના દસ હજાર જેટલા પેન્શરો ઘર બેઠા જ પોતાની હયાતી નું પ્રમાણ પાલિકાને આપશે અને તેઓને પાલિકા કચેરીએ હયાતીનું પ્રમાણપત્ર માટે ધક્કા ખાવા પડશે નહી.


Google NewsGoogle News