સુરત પાલિકા ગોથાણ ખાતે 5 કરોડના ખર્ચે સુએઝ પમ્પીંગ સ્ટેશન બનાવશે
Suez Pumping Station in Surat : સુરત પાલિકાના હદ વિસ્તરણ બાદ નવા વિસ્તારમાં ગંદા પાણીના નિકાલ માટેની કામગીરી હાથ ધરી છે. આ કામગીરીના ભાગરૂપે સુરત પાલિકા દ્વારા હદ વિસ્તરણ બાદના ગોથાણ વિસ્તારમાં 5 કરોડના ખર્ચે સુએઝ પમ્પીંગ સ્ટેશન બનાવવા કવાયત હાથ ધરી છે. ચૂંટણીની આચારસંહિતા પુરી થયા બાદની પહેલી સ્થાયી સમિતિની બેઠકમાં ગોથાણ ખાતે કરોડો રૂપિયાના ખર્ચે સુએઝ પમ્પીંગ સ્ટેશન બનાવવા માટેની ટેન્ડર અંગેની દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરી છે.
સુરત પાલિકાના હદ વિસ્તરણ બાદના વિસ્તારમાં વિવિધ પ્રાથમિક સુવિધા માટે આયોજન થઈ રહ્યાં છે. નવા વિસ્તારોમાં અસંખ્ય રહેણાંક અને ઔદ્યોગિક એકમો આવેલા હોવાને કારણે આ વિસ્તારમાં મલિન જળના શુદ્ધિકરણ માટેની હાલમાં કોઈ સુવિધા ઉભી થઈ નથી. જેના કારણે ગંદુ પાણી ઓપન ડ્રેનેજ અને ખાડી મારફતે ડાઉન સ્ટ્રીમમાં જઈ રહ્યો છે. આ ગંભીર સમસ્યા હવે વધુ વિકરાળ બને તે પહેલાં આ વિસ્તારમાં ડ્રેનેજ સમસ્યા ઉભી કરવા માટે આયોજન થઈ રહ્યું છે. જેના ભાગરૂપે ગોથાણ ખાતે પાંચ કરોડ રૂપિયાના ખર્ચે સુએઝ પમ્પીંગ સ્ટેશન બનાવવાના ટેન્ડરની દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવી છે.