સુરતમાં પશુઓમાં લગાવેલી RFID ને કારણે બીજી અને ત્રીજીવાર રખડતા ઢોર પકડી નવા નિયમ પ્રમાણે દંડ વસુલાયો
- રખડતા ઢોરની સમસ્યા નાથવા પાલિકા કરી રહી છે ટેકનોલોજીનો ઉપયોગ
- RFID હોવાથી બીજી વાર 16 ઢોર રખડતા હોવાનું માલુમ પડ્યું તેના માલિક પાસે 90,100 અને ત્રીજીવાર 3 ઢોર પકડાયા તેમની પાસેથી 16700 રૂપિયાનો દંડ વસુલાયો
સુરત,તા.31 જાન્યુઆરી 2024,બુધવાર
સુરત સહિત સમગ્ર ગુજરાતમાં રખડતા ઢોરની સમસ્યા દૂર કરવા માટે કોર્ટની તાકીદ બાદ સુરત પાલિકા દ્વારા આક્રમક કામગીરી કરવામાં આવી રહી છે.. સુરત પાલિકાએ શહેરમાં રખડતા ઢોરને અટકાવવા માટે હવે નવી ટેકનોલોજીનો સહારો લીધો છે. પાલિકાએ સુરત શહેરમાં 56400 ઢોરમાં RFID ફીટ કરી છે. આ ટેક્નોલોજીની મદદથી બીજી અને ત્રીજી વાર રખડતા ઢોર પકડાયા તેમના માલિક પાસે નવા નિયમ મુજબ એક લાખથી વધુનો દંડ વસુલ્યો છે.
સુરતમાં પશુપાલકો માટે લાયસન્સ અને પરમિટની સીસ્ટમ ફરી લાગુ કરી દીધી છે. જેમાં આરએફઆઈડી ચીપ અને ટંગ, ઢોર પકડવાની કામગીરી નો સમાવેશ કરવામા આવ્યો છે. સુરત પાલિકા વિસ્તારમાં 60 હજાર જેટલા પશુ છે અને તેમાંથી પાલિકાએ 56400 પશુમાં RFID ફીટ કરી દીધી છે. હવે પાલિકા રખડતા ઢોરની સમસ્યા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરી રહી છે.
આ પહેલા પાલિકા દ્વારા પશુ ના કાન પર ટેગ લગાવવામા આવતા હતા પરંતુ મોટા ભાગના પશુ પાલકો આ ટેગ કાઢવા માટે પશુઓના કાન કાપી નાખતા હતા. તેના કારણે ઢોર પહેલી વાર રખડે છે કે બીજી વાર કે તેનાથી વધુ વાર રખડે છે તે ખબર પડતી ન હતી અને એક જ વારનો દંડ વસુલવામાં આવતા હતો. પરંતુ કોર્ટના આદેશ બાદ પાલિાકએ RFID લગાવવાનું શરૂ કરતાં પાલિકા હવે ઢોરની સમસ્યા ડામવા પોલીસ નો ઉપયોગ કરી રહી છે. પશુમાં RFID લાગ્યું હોવાથી ડેટાનો ઉપયોગ કરીને ઢોર કેટલામી વાર રખડતું પકડાયું તેનો ડેટા આંગળીના ટેરવે મળી શકે છે.
જોકે, હવે એ જુના દિવસો પુરા થયા અને હવે પાલિકા રખડતા ઢોરનું ન્યુસન્સ ડામવા માટે સીસી કેમેરાનો પણ ઉપયોગ કરી રહી છે અને કેટલ મેપીંગ મોનિટરીંગ બાદ ઇમેજ આઈડેન્ટીફીકેશન કરી રખડતા ઢોર પર નજર રાખી રહી છે. આ ટેકનોલોજીનો ઉપયોગ કરીને
પાલિકાએ RFID નો ઉપયોગ કરીને એક કરતાં વધુ વાર રખડતા પકડાયેલા 19 ઢોર પકડી પાડ્યા છે. જેમાં 16 ઢોર બીજી વાર રખડતા પકડાયા હતા તેમની પાસેથી પાલિકાએ 90,100 રૂપિયાનો અને ત્રણ ઢોર ત્રીજી વાર રખડતા મળી આવ્યા હતા તેના માલિક પાસેથી 16700 રૂપિયા મળી એક લાક કરતાં વધુ દંડની વસુલાત કરી છે.