સુરત પાલિકાના આરોગ્ય વિભાગે 12 વેપારીને ત્યાંથી કેરીના રસના 17 નમૂના લીધા
Surat Food Checking : સુરત પાલિકાના ફૂડ વિભાગે કાર્બાઈડથી પકવેલી કેરીનું વેચાણ કરતા વેપારીઓ સામે કાર્યવાહી કર્યા બાદ હવે મેંગો મિલ્ક શેકના નામે કેરીના રસનું વેચાણ કરનારા વેપારીઓને ત્યાં દરોડા પાડ્યા છે. પાલિકાના ફૂડ વિભાગે કેરીના રસના સેમ્પલ લઈને તપાસ માટે લેબોરેટરીમાં મોકલી આપ્યા છે. જો કોઈ સેમ્પલ ફેલ જાય તો તેવા વેપારી સામે કાર્યવાહી કરવામા આવશે તેવું પાલિકા તંત્રએ જણાવ્યું છે.
સુરતમાં ઉનાળાની સાથે જ કેરી કરતાં કેરીના રસનું વધુ વેચાણ થાય છે. સુરતમાં કેરી ઓછી છે પરંતુ મેંગો મિલ્ક શેકના નામે કેરીના રસનું વેચાણ ધુમ થઈ રહ્યું છે. કેટલાક કિસ્સામાં કેરીનો રસ ભેળસેળીયો હોય તેવી ફરિયાદ મળી રહી છે આવા રસના કારણે લોકોના આરોગ્ય સામે ખતરો થાય તેવી શક્યતા છે. જેના કારણે પાલિકાના ફૂડ વિભાગે શહેરમાં કેરીના રસનું વેચાણ કરતી 12 સંસ્થા પાસે17 નમુના લઈ ટેસ્ટીંગ માટે લેબોરેટરીમાં મોકલી આપ્યા છે.