સુરત પાલિકાએ રેવા નગર સહિત જ્યાં તાપી નદીના પાણી ભરાયા હતા ત્યાં યુધ્ધના ધોરણે સફાઈ શરૂ કરી

Updated: Sep 19th, 2023


Google NewsGoogle News
સુરત પાલિકાએ રેવા નગર સહિત જ્યાં તાપી નદીના પાણી ભરાયા હતા ત્યાં યુધ્ધના ધોરણે સફાઈ શરૂ કરી 1 - image

- ઉકાઈથી છોડવામાં આવતા પાણીનો ઘટાડો થતાં લોકોના જીવ હેઠા બેઠા

- સવારથી સફાઈની કામગીરી કરી હતી ત્યાર બાદ જંતુનાશક દવાના છંટકાવની કામગીરી પણ કરવામાં આવી 

સુરત,તા.19 સપ્ટેમ્બર 2023,મંગળવાર

સુરતમાંથી પસાર થતી તાપી નદીમાં ઉકાઈ ડેમમાંથી છોડવામાં આવેલા પાણીનો જથ્થો ઘટાડાતા સુરતીઓના જીવ હેઠા બેઠા છે ગઈકાલે ફ્લડ ગેટ બંધ થવા સાથે ગટરના પાણી બેક માર્યા હતા તે વિસ્તાર અને તાપીના પાણી આવ્યા હતા તે રેવા નગર સહિતના વિસ્તારમાં પાલિકાએ યુધ્ધના ધોરણે સફાઈની કામગીરી હાથ ધરી હતી. 

સુરત પાલિકાએ રેવા નગર સહિત જ્યાં તાપી નદીના પાણી ભરાયા હતા ત્યાં યુધ્ધના ધોરણે સફાઈ શરૂ કરી 2 - image

તાપી નદીમાં પાણી છોડવામાં આવતા રવિવારે મોડી રાત્રે અડાજણ સ્થિત રેવા નગરમાં તાપીના પાણી આવી જતાં 47 લોકોનું પાલિકાએ સ્થળાંતર કરીને શાળામાં લઈ ગયા હતા. હવે ઉકાઈમાંથી પાણી છોડવાની માત્રામાં સતત ઘટાડો થઈ રહ્યો છે અને પાણી ઓસરી જતાં પાલિકા તંત્રએ આ વિસ્તારમાં રોગચાળો ન થાય તે માટે સફાઈની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દીધી છે. રેવા નગર તથા અન્ય વિસ્તારમાં પાલિકાએ સફાઈની કામગીરી શરૂ કર્યા બાદ દવાનો છંટકાવ પણ શરૂ કરી દીધો છે. આ ઉપરાંત કાદરશાની નાળ તથા અન્ય વિસ્તારમાં પણ ગટરના પાણી બેક માર્યા હતા તે વિસ્તારમાં પણ સફાઈની કામગીરી શરૂ કરવામાં આવી છે.સુરત પાલિકાએ રેવા નગર સહિત જ્યાં તાપી નદીના પાણી ભરાયા હતા ત્યાં યુધ્ધના ધોરણે સફાઈ શરૂ કરી 3 - image


Google NewsGoogle News