Get The App

સુરત મહાનગરપાલિકાએ માવા બાદ હવે ઘારીના સેમ્પલ લેવાનું શરૂ કર્યું

Updated: Oct 26th, 2023


Google News
Google News
સુરત મહાનગરપાલિકાએ માવા બાદ હવે ઘારીના સેમ્પલ લેવાનું શરૂ કર્યું 1 - image


- ચંદની પડવામાં લોકો કરોડો રૂપિયાની ઘારી અને ખાઈ જશે

- શહેરના જુદા જુદા વિસ્તારમાં ઘારીનું વેચાણ કરતી સંસ્થાઓમાંથી નમુના લઈને ચેકિંગ માટે લેબોરેટરીમાં મોકલી અપાયા

સુરત,તા.26 ઓક્ટોબર 2023,ગુરૂવાર

સુરતમાં નગરપાલિકાએ થોડા દિવસ પહેલા ઘારી બનાવવા માટે ઉપયોગમાં આવતા માવા ના સેમ્પલને ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલી અપાયા હતા. ત્યારબાદ આજે શહેરના જુદા જુદા વિસ્તારમાં ઘારીનું વેચાણ કરતા વેપારીઓને ઘારીના સેમ્પલ લઈને ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલી આપ્યા છે.

સુરત મહાનગરપાલિકાએ માવા બાદ હવે ઘારીના સેમ્પલ લેવાનું શરૂ કર્યું 2 - image

ચંદની પડવાના દિવસે સુરતમાં કરોડો રૂપિયાની ઘારીનું વેચાણ થાય છે. ઘણી જગ્યાએ ઘારીમાં ભેળસેળ હોવા ઉપરાંત અખાદ્ય પદાર્થનો ઉપયોગ થયો હોવાની ફરિયાદ થઈ રહી છે. આવા સમયે સુરત મહાનગરપાલિકાના ફુડ વિભાગે થોડા દિવસ પહેલા ઘારી બનાવવા માટે ઉપયોગમાં આવતા માવાના સેમ્પલ લીધા હતા. ત્યારબાદ આજે શહેરના જુદા જુદા વિસ્તારમાં મીઠાઈની દુકાન ધરાવતા વેપારીઓ જેઓ ઘારીનું વેચાણ કરે છે તેવી દુકાનોમાંથી ઘારીના સેમ્પલ લઈને ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલી આપ્યા છે. જો કોઈ સંસ્થામાંથી લીધેલા નમૂના લેબોરેટરી તપાસમાં નિષ્ફળ જશે તો તે સંસ્થા સામે પાલિકા કાયદાકીય કાર્યવાહી કરશે.

Tags :