Get The App

સુરતમાં રીંગરોડ પર સિવિલ હોસ્પિટલ નજીકના ફ્લાય ઓવર બ્રિજ પર ચીકણી માટી ઢોળાતા ચાર કલાક સુધી વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા

Updated: Feb 2nd, 2024


Google NewsGoogle News
સુરતમાં રીંગરોડ પર સિવિલ હોસ્પિટલ નજીકના ફ્લાય ઓવર બ્રિજ પર ચીકણી માટી ઢોળાતા ચાર કલાક સુધી વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા 1 - image


- પાલિકા અને પોલીસની ગંભીર બેદરકારીના કારણે લોકોને હાલાકી 

- સિવિલ હોસ્પિટલથી ગાંધી કોલેજ તરફના ફ્લાય ઓવર બ્રિજ પર વાહનમાંથી ઢોળાયેલી પીળી ચીકણી માટી હટાવવા પાલિકાના ફાયર વિભાગે ભારે જહેમત ઉઠાવવી પડી 

સુરત,તા.02 ફેબ્રુઆરી 2024,શુક્રવાર 

સુરત મહાનગરપાલિકા અને સુરત પોલીસની ગંભીર બેદરકારીને કારણે આજે સુરતના ટ્રાફિકથી ધમધમતા રીંગરોડના એક ફ્લાય ઓવર બ્રિજ પર ચાર કલાક સુધી વાહન ચાલકોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. સિવિલ હોસ્પિટલથી ગાંધી કોલેજ તરફના ફ્લાય ઓવર બ્રિજ પર વાહનમાંથી પીળી ચીકણી માટી પડી હતી જેના કારણે વાહન ચાલકો માટે આ માટી મુશ્કેલી બની ગઈ હતી. આ પીળી માટી દૂર કરવા માટે પાલિકાના ફાયર વિભાગના જવાનોએ ભારે જહેમત બાદ માટી દુર કરી દીધી હતી. 

સુરતમાં રીંગરોડ પર સિવિલ હોસ્પિટલ નજીકના ફ્લાય ઓવર બ્રિજ પર ચીકણી માટી ઢોળાતા ચાર કલાક સુધી વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા 2 - image

સુરત પાલિકા અને સુરત પોલીસે લોકોની સલામતી માટે મોટી સંખ્યામાં સીસી કેમેરા લગાવવામાં આવ્યા છે પરંતુ આ કેમેરાનો મોટા ભાગે ઉપયોગ સીટ બેલ્ટ કે હેલ્મેટના ગુના તથા કચરો ફેંકનાર દંડ કરવા માટે જ ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ લોકો માટે ત્રાહિમામ થઈ જાય તેવી ઘટનામાં પાલિકા કે પોલીસ કોઈ પગલાં ભરતી નથી તેવો વધુ એક બનાવ આજે બહાર આવ્યો છે. 

સુરત પાલિકાના રીંગરોડ સતત ટ્રાફિકથી ધમધમતા હોય છે અને તેમાં પણ સવારે અને સાંજે પીક અવર્સમાં સૌથી વધુ ટ્રાફિક રહે છે. આવા સમયે આજે સવારે  સિવિલ હોસ્પિટલથી ગાંધી કોલેજ તરફના ફ્લાય ઓવર બ્રિજ પર પસાર થઈ રહેલ એક ઓવરલોડ ડમ્પરમાંથી ચીકણી મોટી માત્રામાં માટીનો જથ્થો બ્રિજ પર પડ્યો હતો. ફ્લાય ઓવર બ્રિજની વચ્ચે અને આજુબાજુ માટીનો જથ્થો પડ્યો હોય પીક અવર્સમાં વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. જેમાંથી કેટલાક વાહનચાલકો સ્લીપ પણ થયા હતા. 

સુરતમાં રીંગરોડ પર સિવિલ હોસ્પિટલ નજીકના ફ્લાય ઓવર બ્રિજ પર ચીકણી માટી ઢોળાતા ચાર કલાક સુધી વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા 3 - image

સેંકડો વાહન ચાલકો લાંબા સમય સુધી મુશ્કેલીમાં મુકાતા આ અંગેની જાણ પાલિકાને કરવામાં આવી હતી. પોલીસે આ બ્રિજ પરનો વાહન વ્યવહાર બેરીકેટ મુકીને બંધ કરાવી દીધો હતો જેના કારણે જ્યાં વાહનો ડાયવર્ટ કર્યા હતા. તો રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. બીજી તરફ પાલિકાના ફાયર વિભાગના જવાનોએ બ્રશિંગ અને ત્યારબાદ પાણીથી ફલાય ઓવર બ્રિજની સફાઈ કરવામાં આવી હતી. આ આખેઆખી પ્રક્રિયા દરમિયાન ત્રણથી સાડા ત્રણ કલાકનો સમય વ્યતિત થઈ જતાં રિંગરોડ પર ઉધના દરવાજા સુધી વાહન ચાલકોની હાલત કફોડી થવા પામી હતી. જોકે, ત્રણથી ચાર કલાક સુધી સફાઈ ચાલતા આ સમય દરમિયાન વાહન ચાલકોની હાલત કફોડી થઈ ગઈ હતી.


Google NewsGoogle News