Get The App

સુરતના મેટ્રો પ્રોજેકટના 12,114 કરોડના DPRને કેન્દ્રની મંજુરી

- લોકસભાની ચુંટણી પહેલા સુરત માટે મોટી જાહેરાત

Updated: Mar 6th, 2019


Google NewsGoogle News
સુરતના મેટ્રો પ્રોજેકટના 12,114 કરોડના DPRને કેન્દ્રની મંજુરી 1 - image


- સરથાણાથી ડ્રીમ સીટી અને ભેંસાણથી સારોલી સુધીના ૪૦.૩૫ કિ.મી.ના બે કોરીડોર બનશેઃ ૪ એલીવેટેડ મેટ્રો સ્ટેશન રહેશે

(પ્રતિનિધિ  દ્વારા) સુરત, તા. 6 માર્ચ 2019,  બુધવાર

આગામી લોકસભાની ચુટંણી પહલા સુરત માટે સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે.  સુરત મેટ્રોના ૧૨,૧૧૪ કરોડના મેટ્રો રેલના પ્રોજેકટના ડીપીઆરને આજે મંજુરી આપવામાં આવી છે. પહેલા તબક્કામાં ૪૦.૩૫ કિલોમીટરના મેટ્રોના બે કોરીડોરના પ્રોજેકટને  મંજુરી મળી જતાં ભવિષ્યમાં સામુહિક પરિવહનની સેવામાં વધારો થશે.આ  બે રૂટમાં ચાર એલીવેટેડ મેટ્રો સ્ટેશન પણ બનાવવામાં આવશે.

સુરતમાં મેટ્રો ટ્રેનની જાહેરાત બાદ લાંબા સમય સુધી કોઈ નક્કર કામગીરી થઈ ન હતી જોકે, મેટ્રો માટે બનાવાયેલા  ડીપીઆરને કેન્દ્ર સરકાર સમક્ષ મોકલી આપવામાં આવ્યો હતો. આગામી દિવસોમાં લોકસભાની ચુંટણી જાહેર થાય તે પહેલા ંજ સુરતના મેટ્રોના અધધ કહી શકાય તેવા ૧૨,૧૧૪  કરોડના  ડીપીઆરને મોડી સાંજે મંજુરી મળી ગઈ છે. આજે નવી દિલ્હી ખાતે પબ્લીક ઈન્વેસ્ટમેન્ટ બોર્ડના સેક્રેટરી જીસી મુર્મુના અધ્યક્ષ સ્થાને મળેલી બેટકમાં  સુરત મેટ્રો રેલના ૧૨,૧૧૪ કરોડના ડીપીઆર (ડિઈટેલ પ્રોજેક્ટ રિપોર્ટ) મંજુર કરવામાં આવ્યા છે.

આ મીટીંગમાં ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનના મેનેજીંગ ડિરેક્ટર આ.પી. ગૌતમ દ્વારા પ્રન્ન્ટેશન કરવામાં આવ્યું હતું. આ પ્રેઝન્ટેશન બાદ કેન્દ્ર દ્વારા ડીપીઆર મંજુર કરવામાં આવ્યા હતા. ૧૨,૧૧૪ કરોડની રકમના  શહેરની લાંબા ગાળાની  પરિવહન સમસ્યાની યોજના પાંચ વર્ષમાં સાકાર કરવા માટેની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. 

સુરતના મેટ્રો રેલ પ્રોજેકટ માટે ફીલ્ડ સ્ટડીઝ અને મોડલીંગ દ્વારા ડીટેઈલ ટ્રાફિક સ્ટડી અને ડિમૈાન્ડ એસેસમેન્ટનું સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું.  ડીટેઈલ એસેસમેન્ટના આધારે બે કોરીડોર જેની લંબાી ૪૦.૩૫ કિલોમીટર છે.ડીપીઆરમાં ુરત શહેર માટે મધ્યમ ક્ષમતાની મેટ્રો રેલ સિસ્ટમ સુચવાવમાં આવી છે. કેન્દ્ર સરકારની મેટ્રો રેલની નવી પોલીસી અને રિવાઈઝ ડીપીઆર પ્રમાણે  સુરત પાલિકાના સહયોગથી ૪ એલીવેટેડ મેટ્રો સ્ટેશનનું પબ્લીક પ્રાઈવેટ પાર્ટનરશીપથી  આયોજન કરાવવામાં આવશે. 

કોરીડોર-૧

સરથાણાથી ડ્રીમ સિટી

આ કોરીડોર ૨૧.૬૧કિલોમીટરનો રહેશે. જેમાં ૧૫.૧૪ કિલોમીટર એલીવેટેડ અને ૬.૪૭ કિલોમીટર અન્ડર ગ્રાઉન્ડ રહેશે.આ રૂટમાં ૨૦ સ્ટેસન આવશે જેમાંથી  ૧૪ એલીવેટેડ અને ૬ સ્ટેશન અન્ડર ગ્રાઉન્ડ રહેશે.  કોરીડોર સરથાણા વરાછાથી શરૂ થઈને નાના વરાચા, રેલ્વે સ્ટેશન, ચોક, મજુરાગેટ,  ભટાર ચાર રસ્તા,  સરથાણા એક્ઝીબીશન સેન્ટર, ખજોદ ચાર રસ્તાથી ડ્રીમસુટી સુધી રહેસે.

કોરીડોર-૨ 

ભેંસાણથી સારોલી

આ કોરીડોર ૧૮.૪૭કિલોમીટર એલીવેટેડ રહેશે જેમાં ૧૮ સ્ટેશન આવશે જે તમામ એલીવેટેડ રહેશે. 

 આ કોરીડોરમાં  ભેસાણથી શરૂથઈને ઉગત, મધુવન સર્કલ,  અડાજણ, મજુરાગેટ,  કમેલા દરવાજા,  પરવટ પાટિયાથી સારોલી સુધી જશે. 


Google NewsGoogle News