Get The App

સુરત: પાલિકા ગાર્ડન તો બનાવે છે પરંતુ કેટલાક ગાર્ડનની માવજત કરવામાં આળસ

Updated: Apr 9th, 2023


Google NewsGoogle News
સુરત: પાલિકા ગાર્ડન તો બનાવે છે પરંતુ કેટલાક ગાર્ડનની માવજત કરવામાં આળસ 1 - image


સુરત પાલિકાનો ડિંડોલી લેક ગાર્ડન મા તુટેલા રમતગમતના સાધનો બાળકો માટે જોખમી

લાંબા સમયથી રમત ગમતના સાધનો તુટેલા છે તેમ છતાં બાળકો અકસ્માતના જોખમે સાધનોનો ઉપયોગ કરી રમત રમે છે

સુરત, તા. 09 એપ્રિલ 2023 રવિવાર

સુરત પાલિકાના ડિંડોલી લેક ગાર્ડન માં બાળકોને રમવા માટે મૂકવામાં આવેલા મોટાભાગના સાધનો ઘણા સમય થી તુટેલી હાલતમાં છે. આ તૂટેલા સાધનો પર બાળકો અકસ્માતનું જોખમ હોવા છતાં રમત રમી રહ્યા હોવા છતાં પાલિકાએ આ સાધનો રીપેર કરવાની દરકાર લીધી નથી. પાલિકાની આવી ગંભીર બેદરકારી અને તૂટેલા સાધનો કોઈ બાળકનો ભોગ લે  કે જખ્મી કરે તેવી શક્યતા નકારી શકાતી નથી.

સુરત: પાલિકા ગાર્ડન તો બનાવે છે પરંતુ કેટલાક ગાર્ડનની માવજત કરવામાં આળસ 2 - image

સુરત શહેરના ડીંડોલી ખાતે આવેલા એક માત્ર લેક ગાર્ડન માં રોજ સેંકડો મુલાકાતીઓ આવે છે આ વિસ્તારમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકો રહેતા હોવાથી તેઓ અને તેમના બાળકો માટે એક માત્ર સ્થળ છે જ્યાં તેઓને મનોરંજન મળી રહી છે. પાલિકાએ આ વિસ્તારમાં ગાર્ડન બનાવી કામગીરી સારી કરી છે પરંતુ ગાર્ડનમાં મુકેલા રમત ગમતના સાધનોની જાળવણી કરવામાં પાલિકા તંત્ર સદંતર નિષ્ફળ નીવડ્યું છે. 

સુરત: પાલિકા ગાર્ડન તો બનાવે છે પરંતુ કેટલાક ગાર્ડનની માવજત કરવામાં આળસ 3 - image

આ ગાર્ડનમાં લાખો રૂપિયાનો ખર્ચ કરીને રમત ગમતના સાધનો તુટેલી હાલતમાં છે. આ ગાર્ડનમાં  બાળકોના મનોરંજન માટે મુકવામાં આવેલા મોટાભાગના સાધનોની હાલત હાલ ભંગાર જેવી થઈ ગઈ છે. સ્લાઈડર, બેલેન્સિંગ,( ચિંચવો)  હીંચકા, પટ્ટી ઝુલો કરડી સહિતના સાધનો તુટી ગયા છે. 

સુરત: પાલિકા ગાર્ડન તો બનાવે છે પરંતુ કેટલાક ગાર્ડનની માવજત કરવામાં આળસ 4 - image

આ તૂટેલા સાધનો બાળકોને મનોરંજન પુરુ પાડવા ના બદલે બાળકો માટે જોખમી બની રહ્યાં છે. ભંગાર થઈ ગયેલા સાધનો બાળકો માટે જોખમી થી બાળકો ગમે ત્યારે ઈજાગ્રસ્ત થઈ શકે તેમ છે. તેના કારણે બાળકોને લઈને આવતા વાલીઓની ચિંતા પણ વધી રહી છે. ઘણા સમયથી આ સાધનો ભંગાર થયા છે તેમ છતાં રીપેરીંગ કરવામાં આવતું ન હોય લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ ગાર્ડન ઉપરાંત અન્ય  ગાર્ડનમાં મુકવામાં આવેલા રમત ગમતના સાધનોની ચકાસણી કરવામાં આવે અને તૂટેલા સાધનો તાત્કાલિક રીપેર કરવામાં આવે તવી માગણી લોકો કરી રહ્યાં છે.


Google NewsGoogle News