Get The App

સુરત શિક્ષણ સમિતિએ યુનિફોર્મ પાછળ 25 કરોડનો ખર્ચ કર્યો પણ હજી સુધી બે જોડી યુનિર્ફોમ નથી મળ્યા

Updated: Jul 19th, 2024


Google NewsGoogle News
સુરત શિક્ષણ સમિતિએ યુનિફોર્મ પાછળ 25 કરોડનો ખર્ચ કર્યો પણ હજી સુધી બે જોડી યુનિર્ફોમ નથી મળ્યા 1 - image


Surat Education Committee : સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વિદ્યાર્થીઓને બે જોડી યુનિફોર્મ આપવા માટે 25 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ અંગેની જાહેરાત બાદ ભાજપે પાલિકા શિક્ષણ સમિતિની સભા સહિત અનેક જગ્યાએ ભારે પ્રસિદ્ધિ મેળવી લીધી છે. પરંતુ હજી સુધી બાળકોને એક જ જોડી ગણવેશ અપાયો છે અને બીજી જોડી આવતા દિવાળી જેટલો સમય આવી જાય તેવી શક્યતા છે. તેથી શિક્ષણ સમિતિએ સમિતિની નબળી કામગીરી સામે વિરોધ કરી ગણવેશ ઝડપથી મળે તેવી માગણી કરી છે. 

સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના બાળકોને બે ગણવેશ મળે તેવો નિર્ણય કર્યો હતો. ભાજપે એની જાહેરાત પણ ખુબ કરી, ભાષણ આપ્યા અને ક્રેડિટ લીધી. પણ ગણવેશ નથી મળ્યાનો વિપક્ષનો આક્ષેપ શાળા શરૂ થયાના દોઢ મહિના બાદ પણ એક પણ બાળકને બે જોડી યુનિફોર્મ મળેલ નથી, નવા પ્રવેશ પામેલા બાળકોને તો એક જોડી યુનિફોર્મ પણ મળ્યો નથી તેવો આક્ષેપ વિરોધ પક્ષે કર્યો છે.

સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં અભ્યાસ કરતાં 1.90 લાખ બાળકોને બે જોડ ગણવેશ આપવા માટેનો નિર્ણય સુરત પાલિકા-શિક્ષણ સમિતિ દ્વારા કરવામાં આવ્યો છે. પરંતુ શાળા શરૂ થયાના દોઢ મહિના કરતાં વધુ સમય થયો હોવા છતાં એક જોડી જ ગણવેશ મળ્યો હોવાની ફરિયાદ સમિતિના વિપક્ષી સભ્ય રાકેશ હિરપરાએ કરી છે. વિપક્ષી સભ્ય હીરપરાએ કહ્યું હતું કે,  સતત લડાઈ લડી છે કે બાળકોને બે જોડી યુનિફોર્મ મળવા જ જોઈએ તેવી માંગણી અમે કરી છે. ત્યારબાદ શાસકોએ બે જોડી ગણવેશ આપવાનો નિર્ણય કર્યો છે. 

શિક્ષણ સમિતિએ ગયા બજેટમાં જાહેરાત કરી કે જૂન-2024 થી બાળકોને બે જોડી યુનિફોર્મ આપવામાં આવશે અને આ જાહેરાત બાદ ભાજપે એની જાહેરાત પણ ખુબ કરી, ભાષણ આપ્યા અને ક્રેડિટ લીધી હતી. પરંતુ શાળા શરૂ થયાના દોઢ મહિના બાદ પણ એક પણ બાળકને બે જોડી યુનિફોર્મ મળેલ નથી, નવા પ્રવેશ પામેલા બાળકોને તો એક જોડી યુનિફોર્મ પણ નથી મળ્યો. બીજી જોડી યુનિફોર્મ માટેનો વર્ક ઓર્ડર જ સમિતિએ શાળા શરૂ થયાના એક મહિના બાદ એટલે કે 10 જુલાઈના રોજ આપ્યો છે અને એજન્સીને 4 મહિનાનો સમય આપ્યો છે. આનો અર્થ એવો થયો કે બાળકોને બીજી જોડી યુનિફોર્મ મળતાં સુધીમાં તો દિવાળી આવી જાય તેવી શક્યતા છે. વિપક્ષે વિદ્યાર્થીઓને ઝડપી ગણવેશ મળે તેવી માંગણી કરી છે.


Google NewsGoogle News