સુરત પાલિકાએ 11 ટીમ બનાવી 80 થી વધુ ઢોરને એક જ દિવસમાં ઝડપી પાડ્યા

Updated: Oct 30th, 2023


Google NewsGoogle News
સુરત પાલિકાએ 11 ટીમ બનાવી 80 થી વધુ ઢોરને એક જ દિવસમાં ઝડપી પાડ્યા 1 - image


- રખડતા ઢોર મુદ્દે કોર્ટની ઝાટકણી બાદ પાલિકા તંત્ર જાગ્યું 

- રવિવાર બાદ આજે પણ પાલિકાની રખડતા ઢોર ઝડપી પાડવાની કામગીરી ચાલુ રહેશે : રખડતા ઢોર ને પાંજરાપોળ મોકલી અપાયા

સુરત,તા.30 ઓક્ટોબર 2023,સોમવાર

સુરત સહિત સમગ્ર ગુજરાતમાં રખડતા ઢોરનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે આ ઉપરાંત ઢોરના કારણે અકસ્માતોનું પ્રમાણ વધી રહ્યું છે. દરમિયાન ગત શુક્રવારે કોર્ટમાં હિયરીંગમાં કોર્ટે સરકારની ઝાટકણી કાઢી હતી. ત્યારબાદ સરકારે સુરત સહિત તમામ મહાનગરપાલિકા અને નગરપાલિકાને  રખડતા ઢોરના ન્યુસન્સ દુર કરવા માટે અસરકારક કામગીરી કરવા માટે આદેશ આપ્યો હતો. જેના કારણે સુરત પાલિકાએ ગઈકાલે રવિવારે રજાના દિવસે ઢોર પકડવાની કામગીરી શરૂ કરી હતી અને શહેરના જુદા જુદા વિસ્તારમાં રખડતા 80 જેટલા ઢોર પકડી પાડ્યા હતા અને આ કામગીરી સોમવારે પણ ચાલુ રાખવામાં આવશે.  

સુરત પાલિકાએ 11 ટીમ બનાવી 80 થી વધુ ઢોરને એક જ દિવસમાં ઝડપી પાડ્યા 2 - image

રખડતા ઢોરના ન્યુસન્સ મુદ્દે કોર્ટે સરકારની ઝાટકણી કર્યા બાદ સુરત મહાનગરપાલિકા, કલેક્ટર કચેરી અને પોલીસ વચ્ચે સંયુક્ત બેઠક થઈ હતી. જેમાં ત્રણેય વિભાગની સંયુક્ત ટીમ બનાવી રખડતા ઢોરનું ન્યુસન્સ દુર કરવા માટે કામગીરી કરવા નિર્ણય કરવામાં આવ્યો હતો.  આ નિર્ણય બાદ ગઈકાલે રવિવારે રજા અને ચંદની પડવાના તહેવારનો દિવસ હોવા છતાં પાલિકાએ પોલીસને સાથે રાખીને રખડતા ઢોર પકડવાની કામગીરી ચાલુ રાખી હતી અને શહેરના જુદા જુદા વિસ્તારમાં 80 જેટલા રખડતા ઢોર પકડીને પાંજરા પોળમાં મોકલી આપ્યા હતા. ગઈકાલે પાલિકાએ 11 ટીમ બનાવીને કામગીરી કરી હતી આજે સોમવારે પણ ટીમની સંખ્યામાં વધારો કરવા સાથે પાલિકા અસરકારક કામગીરી ચાલુ રાખશે.


Google NewsGoogle News