Get The App

ભાજપ સરકારની "એક ભારત શ્રેષ્ઠ ભારત"ની વાતો પણ શિષ્યવૃત્તિમાં ભેદભાવ: કોંગ્રેસ

Updated: Aug 12th, 2024


Google NewsGoogle News
ભાજપ સરકારની "એક ભારત શ્રેષ્ઠ ભારત"ની વાતો પણ શિષ્યવૃત્તિમાં ભેદભાવ: કોંગ્રેસ 1 - image


Surat News : ગુજરાત સરકાર દ્વારા શિષ્યવૃત્તિના નિયમોમાં કરેલા ફેરફાર સામે આજે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસે વિરોધ પ્રદર્શન સાથે કહ્યું હતું કે ભાજપ સરકારની વાત "એક ભારત શ્રેષ્ઠ ભારત" ની પણ શિષ્યવૃત્તિમાં ભેદભાવ રાખે છે. આ ઉપરાંત શિષ્યવૃત્તિનો લાભ અંગે જે કાયદાકીય ફેરફાર કરી આધાર કાર્ડ-રેશન કાર્ડ તેમજ વાલી મૂળ ગુજરાતી હોવું ફરજીયાત પુરાવા માંગી તેમના હક્ક-અધિકાર થી વંચિત રાખવાના અન્યાયી વલણનો આક્ષેપ કરવામાં આવ્યો છે. 

ભાજપ સરકારની "એક ભારત શ્રેષ્ઠ ભારત"ની વાતો પણ શિષ્યવૃત્તિમાં ભેદભાવ: કોંગ્રેસ 2 - image

ગુજરાત સરકાર દ્વારા વર્ષોથી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ-જિલ્લા પંચાયત પ્રાથમિક શાળા તેમજ ગ્રાન્ટ ઈન એડ પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા ગરીબ વિદ્યાર્થીઓને પ્રિ-મેટ્રીક શિષ્યવૃત્તિનો લાભ અંગે જે કાયદાકીય ફેરફાર કરવામાં આવ્યા છે. તેના કારણે અનેક વિદ્યાર્થીઓ શિષ્યવૃતિથી વંચિત રહી જાય તેવી શક્યતા હોવાથી કોંગ્રેસ દ્વારા આજે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસ દ્વારા શહેરના જુદા-જુદા વિસ્તારમાં જુદી-જુદી પાંખ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. 

શિક્ષણ સમિતિના કોંગ્રેસના પૂર્વ સભ્ય સુરેશ સુહાગિયા દ્વારા વિરોધ પ્રદર્શન દરમિયાન કહ્યું હતું કે, એક ભારત શ્રેષ્ઠ ભારત"ની વાતો કરતી ભાજપ સરકાર દ્વારા સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોને મળતી શિષ્યવૃત્તિના નિયમોમાં જે ફેરફાર કરી આ તાનાશાહ સરકાર દ્વારા બાળકો સાથે શિષ્યવૃતિમાં જે ભેદભાવ કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલ વાલાએ વિરોધ પ્રદર્શન દરમિયાન કહ્યું હતું મેટ્રીક શિષ્યવૃત્તિનો લાભ અંગે જે કાયદાકીય ફેરફાર કરી આધાર કાર્ડ તથા રેશન કાર્ડ તેમજ વિદ્યાર્થીના વાલી મૂળ ગુજરાતી હોવું ફરજીયાત પુરાવા માંગી તેમના હક્ક-અધિકાર થી વંચિત રાખવાના અન્યાયી વલણ સરકારનું છે. તેના કારણે અનેક વિદ્યાર્થીઓ શિષ્યવૃતિથી વંચિત રહી જશે. તેના કારણે વરસાદમાં પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.


Google NewsGoogle News