સુરતમાં ફરી પીવાના પાણીનો કકળાટ : પાંડેસરાના ભેદવાડ વિસ્તારમાં છેલ્લા એક અઠવાડિયાથી ગંદા પાણીની ફરિયાદ
Dirty Water in Surat : સુરત મહાનગરપાલિકાના ઉધના ઝોનમાં છેલ્લા એક અઠવાડિયાથી પીવાના ગંદા પાણીની ફરિયાદ થઈ રહી છે. લાંબા સમયથી ફરિયાદ છતાં સમસ્યાનો હલ ન આવતા આ વિસ્તારના લોકોના આરોગ્ય બગડે તેવી ભીતિ છે.
સુરત મહાનગરપાલિકાના ઉધના ઝોનમાં પાંડેસરા વિસ્તાર આવ્યો છે તેની સાથે ભેદવાડ વિસ્તારમાં દરગાહ નજીક છેલ્લા એક અઠવાડિયા થી પીવાનું પાણી ગંદુ આવી રહ્યો છે. સ્થાનિક લોકોએ પાલિકાને અનેક વાર આ અંગે રજૂઆત કરી છે છતાં હજી સુધી ફરિયાદનો કોઈ નિકાલ આવ્યો નથી. પાલિકા તંત્રની બેદરકારીને કારણે છેલ્લા ઘણા સમયથી આ ફરિયાદનો નિકાલ થતો નથી પરિણામે લોકોને ગંદુ અને ગંધાતું પાણી પીવું પડી રહ્યું છે. જો પાલિકા તંત્ર તાત્કાલિક આ ફરિયાદનો નિકાલ નહીં કરે તો આ વિસ્તારના લોકોનું આરોગ્ય બગડે તેવી શક્યતા નકારી શકાતી નથી.