સુરતના સિંગણપોરમાં રખડતા ઢોરની ફરીયાદ કરનારનું નામ ઢોર માલિકોને પાલિકાને અધિકારીએ આપી દેતા ફરિયાદીને ધમકી મળી

Updated: Oct 4th, 2023


Google NewsGoogle News
સુરતના સિંગણપોરમાં રખડતા ઢોરની ફરીયાદ કરનારનું નામ ઢોર માલિકોને પાલિકાને અધિકારીએ આપી દેતા ફરિયાદીને ધમકી મળી 1 - image


- પાલિકાના કેટલાક ભ્રષ્ટ અધિકારીઓને કારણે રખડતા ઢોરની સમસ્યા વધી રહી છે

- રખડતા ઢોર મુકનાર પશુપાલકે ફરિયાદને અટકાવી માર માર્યો, ફરિયાદીએ નામ જાહેર કરનારા અધિકારી અને પશુપાલક સામે ફરિયાદ કરી 

સુરત,તા.4 ઓક્ટોબર 2023,બુધવાર

સુરત પાલિકાના કતારગામ ઝોનના સીંગણપોર વિસ્તારમાં રખડતા ઢોરની ફરીયાદ કરનારા ફરિયાદ ના નામ અને ફોન નંબર સહિતની વિગત પાલિકાના કર્મચારીએ પશુપાલકને આપી દેતાં પશુપાલકોએ ફરિયાદીને રસ્તા પર અટકાવીને માર મારી ધમકી આપી હતી. પાલિકા કર્મચારીઓ દ્વારા ફરિયાદીના નામ જાહેર કરવાની ગંભીર બેદરકારી દાખવનારા અધિકારી સામે ફરિયાદીએ વધુ એક ફરિયાદ કરી છે. પાલિકાના આવા ફુટેલી કારતુસ જેવા અધિકારીઓના કારણે સુરત શહેરમાં રખડતા ઢોરની સમસ્યા દિવસેને દિવસે વધી રહી ચે. 

સુરતના સિંગણપોરમાં રખડતા ઢોરની ફરીયાદ કરનારનું નામ ઢોર માલિકોને પાલિકાને અધિકારીએ આપી દેતા ફરિયાદીને ધમકી મળી 2 - image

સુરત મહાનગરપાલિકાના વરાછા ઝોનમાં રખડતા ઢોરની ફરીયાદ કરનાર ની વિગત પાલિકા કર્મચારીઓ પશુપાલકોને આપી દેતા હોવાની ફરિયાદ વરાછા રોડ ના ધારાસભ્ય કુમાર કાનાણીએ કરી હતી. આ ફરિયાદ બાદ ફરિયાદીના નામ ગુપ્ત રાખવા માટે એક પરિપત્ર બહાર પડાયો હતો. પરંતુ અધિકારીઓ ના પરીપત્ર પાલિકાના કેટલાક કર્મચારીઓ ઘોળીને પી ગયા છે અને રખડતા ઢોરની ફરીયાદ કરનારાના નામ અને ફોન નંબર પશુપાલકોને આપી રહ્યાં હોવાની બીજી ગંભીર ફરિયાદ બહાર આવી છે. 

સિંગણપોર કોઝવે રોડ શ્રધ્ધાદીપ સોસાયટીમાં રહેતા ધર્મેશ બિપીનભાઈ વઘાસિયા (ઉ.વ.38)એ થોડા દિવસ પહેલા  તેમના વિસ્તારમાં રખડતા ઢોરની સમસ્યા અંગે પાલિકા માં અરજી કરી હતી. આ અરજી બાદ કેટલાક પશુપાલકોએ તેમને ફોન કરીને માર મારી મારી નાંખવાની ધમકી આપી હતી અને ગઈકાલે તેમને અટકાવીને માર માર્યો હતો. 

આ અંગે તેઓએ પાલિકા કમિશનરને વધુ એક ફરિયાદ કરી છે તેમાં જણાવ્યું છે કે, પાલિકાના મોબાઈલ એપ્લીકેશન પર રખડતા ઢોરની ફરીયાદ કરી હતી. તો પાલિકા ના અધિકારી બલદાનીયાએ  મને ફોન કરીને લોકેશન માગ્યું હતું. તેઓએ મને સ્થળ પ આવવા માટે આગ્રહ કર્યો હતો પરંતુ હું ત્યાં ગયો ન હતો. ત્યારબાદ  મારા પર એક નંબર પરથી ફોન આવ્યો હતો અને તે રબારી બોલે છે એમ કહીને ધમકી આપી હતી. અમે ફરિયાદ કરીએ છીએ અને પાલિકામાંથી અમારા નામ અને નંબર આરોપી પાસે જતા રહે છે તે ગંભીર બાબત છે તેથી આવી બેદકારી દાખવનાર સામે પગલાં ભરવાની માગણી કરવામાં આવી છે.


Google NewsGoogle News