Get The App

પ્લાસ્ટિક મુક્તિ માટે અનોખો પ્રયાસ : સુરતની સેવાભાવી સંસ્થાએ વર્ષમાં 10 હજારથી વધુ કાપડની બેગ લોકોને વિનામુલ્યે વિતરણ કરી

Updated: Jul 4th, 2024


Google NewsGoogle News
પ્લાસ્ટિક મુક્તિ માટે અનોખો પ્રયાસ : સુરતની સેવાભાવી સંસ્થાએ વર્ષમાં 10 હજારથી વધુ કાપડની બેગ લોકોને વિનામુલ્યે વિતરણ કરી 1 - image

સુરત સહિત સમગ્ર વિશ્વમાં પ્લાસ્ટિકનો ઉપયોગ ભયજનક રીતે વધી રહ્યો છે અને તેને રોકવા વહીવટી તંત્ર પ્રયાસ કરી રહ્યું છે. પરંતુ પન્નો ટૂંકો પડી રહ્યો છે. જોકે, લોકોને પ્લાસ્ટિક બેગથી દુર કરવા માટે સુરત અને દક્ષિણ ગુજરાતની સામાજિક સંસ્થા કેટલાક પ્રયાસ કરી રહી છે. સુરતની સેવાભાવી સંસ્થાએ વર્ષમાં 10 હજારથી વધુ કાપડની બેગ લોકોને વિનામુલ્યે વિતરણ કરી છે. આ સેવાભાવી સંસ્થાએ લોકો સુધી પ્લાસ્ટિક બેગના બદલે કાપડની બેગનો ઉપયોગ થાય તે માટે વિદ્યાર્થીઓને બેગનું  વિતરણ કરી રહી છે. ગઈકાલે આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક થેલી મુક્તિ દિવસે સુરતની કેટલીક શાળાઓમાં બાળકોને કાપડની બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું. 

પ્લાસ્ટિક મુક્તિ માટે અનોખો પ્રયાસ : સુરતની સેવાભાવી સંસ્થાએ વર્ષમાં 10 હજારથી વધુ કાપડની બેગ લોકોને વિનામુલ્યે વિતરણ કરી 2 - image

સુરત સહિત સમગ્ર વિશ્વમાં ૩જી જુલાઈને આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક થેલી મુક્તિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. સુરત સહિત ભારત દેશના લોકોમાં પ્લાસ્ટિકની બેગે ભરડો લઈ લીધો છે. લોકોના રોજીંદા જીવનમાં પ્લાસ્ટિકનો કબજો થઈ ગયો છે. તંત્ર દ્વારા પ્લાસ્ટિક બેગ નિયંત્રણ માટે અનેક પ્રયાસ કરવામાં આવ્યા છે પરંતુ તેમાં સફળતા મળતી નથી. જેના કારણે સુરત પાલિકાની ડ્રેનેજની સફાઈમાં અનેક પ્લાસ્ટિકની બેગના કારણે ચોક અપ થવાની સમસ્યા થઈ રહી છે. આવી સ્થિતિ છતાં સુરત પાલિકા પ્લાસ્ટીકના ઉપયોગને નિયંત્રિત કરી શકી નથી અને હાલ સુરતમાં પ્લાસ્ટીકનો બેફામ ઉપયોગ થઈ રહ્યો છે. 

પ્લાસ્ટિક મુક્તિ માટે અનોખો પ્રયાસ : સુરતની સેવાભાવી સંસ્થાએ વર્ષમાં 10 હજારથી વધુ કાપડની બેગ લોકોને વિનામુલ્યે વિતરણ કરી 3 - image

આવા સમયે સુરત અને ધરમપુરની ગોપાલ ચેરીટેબલ ટ્રસ્ટને લોક મંગલમ ટ્રસ્ટ દ્વારા આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક થેલી મુક્તિ દિવસે સુરતની કેટલીક શાળાઓમાં કાપડની બેગ વિતરણ કરવાનો કાર્યક્રમ કર્યો હતો. સંસ્થાના રોહિત પટેલ કહે છે, શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોને કાપડની બેગ વિતરણ કરવામાં આવી હતી અને તેઓને પ્લાસ્ટિક બેગથી થતા પર્યાવરણ અને માનવ જીવન પર થતા નુકસાન અંગેની સમજણ આપવામાં આવી હતી. તેનો હેતુએ હતો કે આ વિદ્યાર્થીઓ આવતીકાલનું ભારત છે અને તેમના કુમળા મનમાં પ્લાસ્ટિકનો ઉપયોગ રોકીને કાપડની બેગનો ઉપયોગના ફાયદાને ઉતારવાનો છે. આ બાળકો પોતાના ઘરે જઈને પોતાના વાલીને પણ આ સમજાવી શકે છે અને તેના કારણે ધીમે ધીમે પ્લાસ્ટિક બેગ પર નિયંત્રણ આવી શકે તેવો પ્રયાસ છે. 

પ્લાસ્ટિક મુક્તિ માટે અનોખો પ્રયાસ : સુરતની સેવાભાવી સંસ્થાએ વર્ષમાં 10 હજારથી વધુ કાપડની બેગ લોકોને વિનામુલ્યે વિતરણ કરી 4 - image

વધુ માહિતી આપતા સંસ્થાના સભ્ય કહે છે, અમારી સંસ્થા છેલ્લા ઘણાં સમયથી સુરત અને ધરમપુરમાં સેવાની પ્રવૃત્તિ કરે છે. લોકો પાસે જુના કપડા ઉઘરાવીને તેને વર્ગીકરણ કરીને ધરમપુરના અંતરિયાળ વિસ્તાર તથા સુરતમાં મેડિકલ કેમ્પ થાય છે ત્યાં વિતરણ કરવામા આવે છે. દર વર્ષે એક લાખથી વધુ લોકોને આ કપડા આપવામાં આવી રહ્યું છે. તેની સાથે સાથે હવે લોકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ આવે અને લોકો પ્લાસ્ટિક બેગના બદલે કાપડની થેલીનું વિતરણ  કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીમાં 10 હજારથી પણ વધુ બેગનું વિતરણ લોકોને કરવામાં આવ્યું છે. અમને વિશ્વાસ છે કે ધીમે ધીમે લોકોને પ્લાસ્ટિક બેગ ના બદલે કાપડની બેગનો લોકો ઉપયોગ કરતા થશે.


Google NewsGoogle News